વાંકાનેરના વેપારીને ફોન કરી ૫ લાખની ખંડણી માંગનાર આરોપી ઝડપાયો

 

વાંકાનેર શહેરના વેપારીને ફોન કરીને ૫ લાખની ખંડણી માંગવામાં આવી હોય જે બનાવ મામલે વેપારીએ પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે ફરિયાદ નોંધી તુરંત તપાસ ચલાવી હતી જેમાં આરોપીને ઝડપી લઈને વધુ તપાસ હાથ ધરી છે

વાંકાનેરની મોમીન સોસાયટી દરગાહ સામે લક્ષ્મીપરામાં રહેતા સરફરાજ મહમદ ભોરણીયા નામના વેપારીએ પોલીસ ફરિયાદ નોંધાવી છે કે આરોપી મોહસીન સીકંદર શાહમદાર નામના ઇસમેં ફરિયાદી સરફરાજ ભોરણીયા અને ઝેદ પીરઝાદાને ફોન પર વિના કારણે અપશબ્દો બોલીને ૫ લાખની માંગણી કરી હતી અને ફરિયાદી સરફરાજ ભોરણીયાએ આનાકાની કરતા જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જે બનાવ મામલે વાંકાનેર સીટી પોલીસે ફરિયાદ નોંધી તપાસ ચલાવી હતી જેમાં આરોપી મોહસીન સિકંદર શાહમદાર (ઉ.વ.૨૩) રહે કુંભારપરા વાંકાનેર વાળાને ઝડપી લઈને કોર્ટમાં રજુ કરી જેલહવાલે કરવામાં આવ્યો છે

જે કામગીરીમાં વાંકાનેર સીટી પીઆઈ એન એ વસાવા, એચ ટી મઠીયા, યશપાલસિંહ પરમાર, બળદેવસિંહ જાડેજા, શામત છુંછીયા, જગદીશભાઈ ગાબુ અને ધર્મરાભાઈ ગઢવી સહિતની ટીમ જોડાયેલ હતી

 

 

 

Comments
Loading...
WhatsApp chat