



વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં અપહરણના ગુન્હામાં સંડોવાયેલો આરોપી છ મહિનાથી ફરાર હોય જેને આજે બાતમીને આધારે એસઓજી ટીમે ઝડપી લઈને કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે
મોરબી જીલ્લા એસપી ડો. કરનરાજ વાઘેલાના માર્ગદર્શન હેઠળ એસઓજી ટીમ સગીર વયના બાળક ગુમ અને અપહરણ થયેલાને શોધી કાઢવા પેટ્રોલિંગમાં હોય દરમિયાન વાંકાનેર તાલુકાના ઢુવા નજીકથી સગીરાનું અપહરણ થયું હોય જે ભોગ બનનાર અને આરોપી સુરત જીલ્લાના કામરેજ તલુકાના મોરથાણાનો હોવાની બાતમીને આધારે એસઓજી ટીમે સુરત પહોંચીને અઆરોપી પરેશ માનસિંગ કોળી ઉ.વ.૨૧ રહે. મોરથાણા જી સુરત મૂળ નવા ઢુવા તા. વાંકાનેર વાળાને ઝડપી લઈને વાંકાનેર તાલુકા પોલીસને સોપવામાં આવ્યા છે



