મોરબીમાં લૂંટના પ્રયાસના ગુન્હામાં આરોપીઓએ ચોરીના બાઈકનો કર્યો’તો ઉપયોગ

મોરબી સીટી એ ડીવીઝન પોલીસે થોડા દિવસો પૂર્વે લૂંટને અંજામ આપે તે પૂર્વે જ આરોપીઓને દબોચી લીધા હતા તો આરોપીઓએ લૂંટ માટે જે બાઈકનો ઉપયોગ કર્યો તે ચોરીનું હોવાનો ખુલાસો થયો છે

મોરબી સીટી એ ડીવીઝન પી.આઈ. આર.જે. ચૌધરીની ટીમ દ્વારા થોડા સમય અગાઉ શનાળા રોડ પર વિનાયક હોન્ડા શો રૂમના માલીકને લૂંટવાના કાવતરાના ગુન્હામાં હથિયાર સાથે તથા મોટર સાયકલ સાથે ૩ આરોપીઓને સીટી પોલીસની સજાગતાના કારણે ગુન્હાને અંજામ આપે તે પહેલાં પકડી લીધેલ હતા. અને આરોપીઓ જેલમાંથી જામીન મુકત થયેલ હતા. ત્યારબાદ મોરબી તાલુકા પોલીસે આરોપીઓ પૈકી રાજદીપભાઇ ગીરધરભાઇ લખધીરકા રહે. મોરબી નવલખી રોડ કુબેરનગર શેરીનં.૪ રૂપેશભાઇ ઉર્ફે રાજ બટુકભાઇ ઠાકર રહે. મોરબી-૨ નિત્યાનંદ સોસાયટી બ્લોક નં. ૬૦૪ વાળાઓને એક મોટર સાયકલ સાથે શકમંદ હાલતમાં ઝડપી લીધા હતા અને મોટર સાયકલની ચોરીના ગુન્હામાં એ ડીવીજન પોલીસની કસ્ટડી દરમ્યાન તેઓએ અગાઉ લૂટના ગુન્હાના કાવતરામાં ઉપયોગ કરેલ અને કબજે થયેલ મોટર સાયકલની માલીકીની તપાસ દરમ્યાન શંકાસ્પદ જણાયેલ હતી

અને eGujCop Pocket Cop એપ્લીકેશનનો ઉપયોગ કરી મોટર સાયકલનું રજીસ્ટ્રેશન નંબર તથા માલીકનું નામ સરનામું મેળવી તપાસ કરતાં જેના નામે મોટર સાયકલ હતી તે અન્ય જગ્યાએ રહેવા જતા રહ્યા હોય જેથી આ બાબતે કસ્ટડીમાં રહેલ આરોપીઓની સઘન પુછપરછ કરવામાં આવતાં તેઓએ આ મોટર સાયકલ પેશન બી ડીવીજન પો.સ્ટે. વિસ્તારમાં મોરબી-ર માં આવેલ સાંઇ પેલેસ એપાર્ટમેન્ટ નીચેથી ચોરેલ હતું અને લૂંટના કાવતરાને અંજામ આપવા ઉપયોગ કરેલ હતું. જેથી સાંઇ પેલેસ એપાર્ટમેન્ટ ખાતે તપાસ કરતાં આ ચોરાયેલ બાઈકના માલીક અમીત રંજન મળી આવ્યા હતા અને આ બાબતે બી ડીવીજનમાં ફરીયાદ નોંધાવેલ છે.

જેથી બી ડીવીજન પોલીસ સ્ટેશનના ચોરીના ગુન્હાની મોટર સાયકલ એ ડીવીજન પોલીસ મથકના લુંટના કાવતરાના ગુન્હામાં ઉપયોગ થયેલાનું તથા આ લુંટના કાવતરાના આરોપીઓએ આ મોટર સાયકલ ચોરેલ હોવાનું શોધી કાઢી બી ડીવીજન પોલીસને જાણ કરવામાં આવેલ છે.

Comments
Loading...
WhatsApp chat