Billboard ad 1150*250 Billboard ad 1150*250

પંચાસર પ્રકરણના આરોપીઓના રિમાન્ડ થયા પૂર્ણ, જાણો પછી શું થયું ?

પંચાસર ગામે સપ્તાહ પૂર્વે ફાયરીંગ કરી એકની હત્યા નીપજાવવા મામલે છ આરોપીને ઝડપી લેવાયા બાદ આજે રિમાન્ડ પૂર્ણ થતા બે આરોપીને જેલહવાલે કરવામાં આવ્યા છે જયારે પોલીસની માંગણીને પગલે અન્ય ચાર આરોપીના વધુ બે દિવસના રિમાન્ડ મંજુર કરવામાં આવ્યા છે.

પંચાસર ગામે ચકચારી ફાયરીંગ અને હત્યાના બનાવમાં આરોપી સહદેવસિંહ લાલુભા ઝાલા અને તેનો ભાઈ હિતેન્દ્રસિંહ લાલુભા ઝાલા તેમજ સરપંચ રાજ મહેન્દ્રસિંહ ઝાલા અને અરવિંદ ગંભીરસિંહ ઝાલા ઉપરાંત ભાજપ અગ્રણી નરેન્દ્રસિંહ નાથુભા ઝાલા અને તેના ભાઈ વિક્રમસિંહ નાથુભા ઝાલા (સદસ્ય તા.પં.) એ છ આરોપીઓને એલસીબી અને તાલુકા પોલીસની ટીમે લજાઈ નજીકથી પસાર થતી સ્વીફ્ટ કારમાંથી ઝડપી લીધા હતા. જે તમામ આરોપીને આગામી સોમવાર સુધીના પોલીસ રિમાન્ડ પર સોપવામાં આવ્યા હતા અને રિમાન્ડ દરમિયાન આરોપી પાસેથી એક નાની અને એક મોટી બંદુક એમ બે હથિયારો રીકવર કર્યા છે ત્યારે આજે રિમાન્ડ પૂર્ણ થતા સરપંચ રાજ ઝાલા અને તાલુકા પંચાયત સદસ્ય વિક્રમસિંહને જેલહવાલે કરવામાં આવ્યા છે જયારે અન્ય ચાર આરોપીને વધુ બે દિવસના પોલીસ રિમાન્ડ પર સોપવામાં આવ્યા છે.

Comments
Loading...
WhatsApp chat