


મોરબીના લીલાપર રોડ પર ગત બુધવારે રાત્રીના સમયે બઘડાટી બોલી હતી જેમાં એક ઇસમેં કારખાનેદાર પિતા-પુત્ર સહીત ત્રણ પર છરી વડે હુમલો કરી દેતા ત્રણેયને સારવાર માટે હોસ્પીટલે ખસેડાયા હતા જે મામલે ફરિયાદ બાદ આરોપીને દબોચી લેવાયો છે.
મોરબીના લીલાપર રોડ પરની ઇન્ડિયન ટાઈલ્સ કંપનીના સંચાલક નિપુલ ભગવાનજીભાઈ શાહ એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે કે ગઇકાલે સાંજે જ્યારે તે તેના પિતા ભગવનજીભાઈ શાહ કારખાને બેઠા હતા ત્યારે કારખાંનના બહારના ભાગે જીગર ઉર્ફે જીગો જીલુભાઈ બોરીચા નશાની હાલતમાં તોફાને ચડ્યો હતો જેને કારખાનાં માલિક નિપુલભાઈ સમજવા જતા તે વધુ ઉશ્કેરાયો હતો જેમાં તે કારખાનાં માલિક નિપુલ પાછળ છરી લઇ ને દોડ્યો હતો જેમાં તેમના પિતા ભગવાનજીભાઈ અને અન્ય એક શખ્સ અશોક લવજીભાઈ વચ્ચે પડતા ત્રણય શખ્સો પર છરી વડે હુમલો કરતા ત્રણય શખ્સો ઘવાયા હતા
જેમાં સામાપક્ષે જીગર ઉર્ફે જીગો જીલુભાઈ ગોગરા એ એવી ફરિયાદ નોધાવી છે કે લીલાપર રોડ પર પાનની કેબીન ઉભો હતો ત્યારે હિતેશ કોળી,સંજય અને અરવિંદ નામના શખ્સ સાથે પગ લાગી જવા બાબતે માથાકૂટ થઇ હતી જેમાં ત્રણે શખ્સો એ સાથે મળી ને તેન માર માર્યો હતો જે સામસામી ફરિયાદ બાદ એ ડીવીઝન પીએસઆઈ ગોસાઈએ આરોપી જીગર ઉર્ફે જીગો જીલુભાઈ ગોગરાની અટકાયત કરી બાદમાં તેણે જેલહવાલે કરવામાં આવ્યો હતો.

