મોરબીમાં ૯૦ હજારની જાલીનોટ પ્રકરણમાં આરોપી બે દિવસના રિમાન્ડ પર

       લોકસભાની ચુંટણી સંદર્ભે જીલ્લા પોલીસની ટીમો ગુનાહિત પ્રવૃત્તિ રોકવા કાર્યરત હોય દરમિયાન એસઓજી ટીમે ૯૦ હજારની જાલીનોટ સાથે એક ઈસમને ઝડપી લીધા બાદ આજે કોર્ટમાં રજુ કરતા કોર્ટે બે દિવસના પોલીસ રિમાન્ડ પર સોપ્યો છે 

મોરબી એસઓજી ટીમે પેટ્રોલિંગ દરમિયાન બાતમીને આધારે નવલખી રોડ પર આવેલ સેન્ટમેરી સ્કુલ આગળ ખુલ્લી ફાટકથી રેલ્વે પાટા નજીકથી આરોપી મનીષ મંગળભાઈ પટેલ(ઉ.૩૧) રહે-હાલ કૃષ્ણનગર-૨,વાવડી રોડ મોરબી તથા મૂળ- સોખડા મહેસાણા વાળાને ભારતીય બનાવટની જાલી નોટો રૂપિયા ૨૦૦૦ દરની નંગ-૪૦ અને રૂપિયા ૧૦૦ ના દરની નંગ-૧૦૦ મળી કુલ જાલી નંગ-૧૪૦ કીમત રૂ.૯૦,૦૦૦ તેમજ મોટરસાયકલ કીમત રૂ.૨૦,૦૦૦ ના મુદામાલ સાથે ઝડપી લીધો હતો અને આરોપીની વધુ પૂછપરછ કરતા કોર્ટમાં રજુ કરાતા કોર્ટે બે દિવસના પોલીસ રિમાન્ડ પર સોપ્યો છે જાલીનોટ પ્રકરણમાં અન્ય ઈસમો સંડોવાયેલ છે કે કેમ તેમજ નકલી નોટ છાપવાની સામગ્રી ક્યાંથી લાવ્યો તે દિશામાં એ ડીવીઝન પીએસઆઈ ચંદ્રકાંત શુક્લ વધુ તપાસ ચલાવી રહ્યા છે  

Comments
Loading...
WhatsApp chat