


મોરબીના શાંતિવન આશ્રમમાં રહેતા કલ્યાણનંદ ગુરુશ્રી કેશવાનંદના આશ્રમમાં ભરત માવજી માકાસણા અને રમેશ ડાયા રંગપરીયા એ બંને શખ્શો આવતા હોય અને આશ્રમમાં સેવાપૂજા કરતા કલ્યાણનંદ પાસેથી ધંધો કરવાના નામે અગાઉ ૨૦ લાખ અને બાદમાં પાંચ લાખ એમ કુલ ૨૫ લાખની રકમ ઉછીના લીધા બાદ રકમ પરત માંગતા આરોપીઓએ કહ્યું આ રૂપિયા સટ્ટો રમવામાં હારી ગયા છે અને રૂપિયા નથી તમારે રૂપિયા આપવા પડશે નહીતર હું તમને બદનામ કરી નાખીશ
જે ધમકીઓને પગલે તા. ૨૧-૦૪-૨૦૧૪ ના રોજ ભોગ બનનારે આરોપી ભરત માવજી માકાસણા અને રમેશ ડાયા રંગપરીયા એ બંને સામે ફરિયાદ કરી હોય જે અંગેનો કેસ મોરબી એડી. ચીફ જ્યુડીશીયલ મેજીસ્ટ્રેટ દામોદ્રાની કોર્ટમાં ચાલી જતા આજે કોર્ટે આરોપી ભરત માવજી માકાસણાને ભારતીય દંડ સંહિતાની કલમ ૪૦૬ ના ગુન્હામાં આરોપીને ત્રણ વર્ષની સખ્ત કેદની સજા અને ૫૦૦૦ રૂપિયા દંડ તેમજ ભારતીય દંડ સંહિતાની કલમ ૩૮૪ ના ગુન્હામાં પણ કસુરવાન ઠેરવી ત્રણ વર્ષની સખ્ત કેદની સજા અને ૫૦૦૦ દંડ કરવાનો હુકમ કર્યો છે
જયારે આરોપી ભરત માવજી માકાસણાને મારામારી અને ધમકી કેસમાં નિર્દોષ ઠરાવવામાં આવ્યો છે આ બંને સજાઓ એકસાથે ભોગવવાનો હુકમ કર્યો છે જેથી આરોપીને ત્રણ વર્ષની સખ્ત કેદની સજા અને ૧૦,૦૦૦ નો દંડ ભોગવવાનો રહેશે
તો આરોપી ભરત માવજી માકાસણા પટેલ રહે. ધરમપુર તા. મોરબીવાળા આજે કોર્ટમાં હાજર ના હોય જેથી આરોપીના જામીનદારને પકડ વોરંટ અને આરોપીને જે સજા ફરમાવવા આવે તે સજાનું વોરંટ મોરબી સીટી બી ડીવીઝન પીઆઈએ જાતે તકસીરવાન વોરંટ બજાવવું તેવો હુકમ પણ કોર્ટ દ્વારા કરવામાં આવ્યો છે અને આરોપીને દબોચી લેવાનો આદેશ કરવામાં આવ્યો છે.

