માળિયાના કુંભારિયાના છેડતી પ્રકરણમાં આરોપીના આગોતરા જામીન મંજુર

માળિયાના કુંભારિયા ગામે છેડતી પ્રકરણમાં આરોપીએ મોરબી ડીસ્ટ્રીકટ એન્ડ સેશન્સ કોર્ટમાં આગોતરા જામીન અરજી કરી હતી જે કોર્ટે મંજુર કરી આગોતરા જામીન પર આરોપીનો છુટકારો કર્યો છે

માળિયા પોલીસમથકમાં ફરિયાદી રૈયાબેન પંચાસરાએ ફરિયાદ નોંધાવી હતી કે આરોપી વિક્રમભાઈ પંચાસરા તેના ઘરમાં જઈને બાળવું પકડીને ગેરવ્યાજબી માંગણી કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જે અંગે ગુન્હો દાખલ થયા બાદ આરોપીએ આગોતરા જામીન અરજી ડીસ્ટ્રીકટ એન્ડ સેસન્સ જજની કોર્ટમાં એડવોકેટ દિલીપભાઈ અગેચણીયા મારફત કરી હતી જેમાં બચાવ પક્ષના વકીલે દલીલ કરી હતી કે આરોપીએ કોઈ ગુન્હો કર્યો નથી અને ખોટી રીતે ફસાવી દેવામાં આવ્યા છે ફરિયાદીની ભૂમિકા પ્રથમથી જ શંકાસ્પદ છે

કારણકે ફરિયાદીએ જે અરજી કરેલ તેમાં અંગુઠાનું નિશાન કરેલ અને ફરિયાદમાં સહી કરી છે જે શંકાસ્પદ છે અને આરોપીએ એક વખત એકઝીકયુંટીવ મેજીસ્ટ્રેટ સમક્ષ જામીન આપી દીધેલ છે જે દલીલોને ધ્યાને લઈને ૨૫,૦૦૦ ના શરતી આગોતરા જામીન પર છોડવાનો હુકમ કર્યો છે આરોપી તરફે મોરબી જીલ્લાના સીનીયર એડવોકેટ દિલીપ અગેચણીયા, જીતેન અગેચણીયા, જે ડી સોલંકી, સુનીલ માલકીયા અને વિવેક વરસડા રોકાયેલા હતા

Comments
Loading...
WhatsApp chat