મોરબી ગાંજા હેરાફેરી પ્રકરણમાં ઝડપાયેલો આરોપી શુક્રવાર સુધીના રિમાન્ડ પર

કુલ ધરપકડનો આંક પાંચ પર પહોંચ્યો

મોરબીમાં ગાંજાની હેરાફેરી પ્રકરણમાં અગાઉ મહિલા સહીત ચાર આરોપીઓ ઝડપાયા બાદ વધુ એક આરોપીને ઝડપી લેવામાં આવ્યો હતો અને રાજકોટના જંગલેશ્વર વિસ્તારના રહેવાસી આરોપીને ઝડપી લઈને કોર્ટમાં રજુ કરવામાં આવતા કોર્ટે શુક્રવાર સુધીના રિમાન્ડ મંજુર કર્યા છે

મોરબી પંથકમાં ગાંજાની હેરાફેરી પ્રકરણમાં ચોક્કસ બાતમીને આધારે ઓટો રીક્ષા સાથે હાજી ગની ભટ્ટી અને હિતેશ પીતાંબર મલ્લહર એ બે શખ્શોને ઝડપી લઈને સાડા નવ કિલો ગાંજાનો જથ્થો ઝડપી લેવાયો હતો તો આરોપીઓના રિમાન્ડ દરમિયાન આરોપી મહમદ બચું ગાલબ રહે. મોરબી અને રસીદાબેન અમીનભાઈ રહે. રાજકોટ ગાયકવાડી વાળીને ઝડપી લેવામાં સફળતા મળી હતી

તો ગાંજા પ્રકરણમાં પોલીસે સઘન તપાસ ચલાવી હોય અને ગાંજાની હેરાફેરીમાં સંડોવાયેલા અન્ય ઇસમોને ઝડપી લેવાની કવાયતમાં આરોપી હાસમશા બાવાશા શાહમદાર રહે. રાજકોટ જંગલેશ્વર વાળાને ઝડપી લેવામાં આવ્યો હતો અને ઝડપાયેલા આરોપીને કોર્ટમાં રિમાન્ડની માંગણી સાથે રજુ કરવામાં આવતા તા. ૩૧ સુધીના પોલીસ રિમાન્ડ પર સોપવામાં આવ્યો છે તો ગાંજાની હેરાફેરી પ્રકરણમાં પોલીસે અત્યાર સુધીમાં કુલ પાંચ આરોપીની અટકાયત કરી છે

Comments
Loading...
WhatsApp chat