Billboard ad 1150*250

પડધરી વિસ્તારના લુંટના ગુન્હામાં પોલીસ જપ્તામાંથી નાશી ગયેલ આરોપી ઝડપાયો

0 70
Post ad 1

તમારી મનપસંદ મોરબીન્યુઝ એપ્લીકેશન ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો 

https://play.google.com/store/apps/details?id=com.encircle.android.morbinews

Post ad 3

પડધરી વિસ્તારમાં લૂંટના ગુનામ ઝડપાયેલા આરોપી રાજકોટમાંથી પોલીસ જાપતામાંથી નાસી ગયો હતો જેને મોરબી પોલીસ ઝડપી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી 


મોરબી જિલ્લા પોલીસ વડા ડો. કરનરાજ વાઘેલા અને ડી.વાય.એસ.પી બન્નો જોષી સૂચનાથી કન્ટ્રોલમાંથી મેસજ મળેલ કે પડધરી જ્યુડિશિયલ કોર્ટમાં લૂંટના ગુનામા આવેલ વજેસિંગ રાજુસિંઘ ચૌહાણ ( ઉ.વ.30) રહે રલણલપુર વાળો મુદત પૂરી કરી એસ.ટી. બસ દ્વારા  પરત જતો હતો ત્યારે રાજકોટ બસ સ્ટેન્ડમાંથી કુદરતી હાજતે જવાનું કહી ત્યાંથી દીવાલ ટપી નાસી ગયેલ આરોપી મોરબીના સિલ્વર પાર્ક સોસાયટીમાં હોવાની બાતમી મળતા એ ડિવિઝન ઇન્ચાર્જ પી.આઈ. જે.એમ.આલ ના માર્ગદર્શન હેઠળ એ ડીવીઝન પી.એસ.આઈ એમ.વી.પટેલ , રસિકભાઈ પટેલ, મણિલાલ ગામેતી, કિશોરભાઈ મિયાત્રા,શક્તિસિંહ ઝાલા,શેખાભાઈ રબારી, રણજીતભાઈ ગઢવી, નિર્મલસિંહ જાડેજા ,ભરતભાઇ ખાભરા અને અજીતસિંહ પરમાર સહિતના સ્ટાફે ત્યાં તપાસ કરતા એક શખ્સ હાથમાં હઠકડી સાથે મળી આવતા તેની તપાસ કરતાં તે રાજકોટમાંથી નાસી ગયેલ આરોપી હોવાથી તેને ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી

Comments
Loading...
Share This
WhatsApp chat