Billboard ad 1150*250 Billboard ad 1150*250

કપાસ ચોરીના ગુન્હામાં દોઢ વર્ષથી ફરાર આરોપી નવલખી ફાટક નજીકથી ઝડપાયો

હળવદ પોલીસ સ્ટેશન વિસ્તારમાં કપાસ ચોરીના ગુન્હામાં છેલ્લા દોઢ વર્ષથી નાસતા ફરતા આરોપીને ઝડપી લેવામાં એસઓજી ટીમને સફળતા મળી છે

મોરબી જીલ્લા પોલીસવડા ડો કરનરાજ વાઘેલાની સુચનાથી એસઓજી ટીમે જીલ્લાના લાંબા સમયથી નાસતા ફરતા આરોપીઓ શોધી કાઢવા પેટ્રોલિંગમાં હોય દરમિયાન મોરબી ટાઉન વિસ્તારમાં ખાનગી રાહે મળેલી બાતમીને આધારે હળવદ પોલીસ સ્ટેશન વિસ્તારમાં કપાસ ચોરીના ગુન્હામાં દોઢ વર્ષથી નાસતો ફરતો આરોપી રાણાભાઇ પુનાભાઈ આહીર (ઉવ ૨૦) રહે. દાત્રાણા જી પાટણ હાલ રાપર કચ્છ વાળાને મોરબી નવલખી ફાટક પાસેથી ઝડપી લઈને હળવદ પોલીસ સ્ટેશનને સોપવામાં આવ્યો છે

Comments
Loading...
WhatsApp chat