

વાંકાનેર પોલીસ મથકમાં લૂંટના ગુન્હામાં છ માસથી નાસતા ફરતા આરોપીને એલસીબી ટીમે ઝડપી લઈને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે
મોરબી જીલ્લા પોલીસવડા ડો. કરનરાજ વાઘેલાના માર્ગદર્શન હેઠળ એલસીબી ઇન્ચાર્જ પીઆઈ આર.ટી વ્યાસની ટીમ નાસતા ફરતા આરોપીને ઝડપી લેવા પેટ્રોલિંગમાં હોય દરમિયાન એલસીબી ટીમના ભગીરથસિંહ ઝાલાને મળેલી બાતમીને આધારે વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનમાં લૂંટના ગુન્હામાં છ માસથી નાસતો ફરતો આરોપી વિજય જેસિંગ ચૌહાણ રહે. મોરબી શોભેશ્વર રોડ વાળાને મોરબી ત્રાજપર ચોકડી પાસેથી ઝડપી લેવામાં સફળતા મળી છે