અપહરણના ગુનામાં પાચ વર્ષથી નાસ્તો ફરતો આરોપી ઝડપાયો

મોરબી એસ.ઓ.જી ટીમે ટંકારા પોલીસ મથકના અપહરણના ગુનામાં પાંચ વર્ષથી નાસ્તો ફરતો આરોપીને ઝડપી પાડીને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

મોરબી જીલ્લા ઇન્ચાર્જ પોલીસ વડા અક્ષયરાજ મકવાણાની સુચના તથા એસ.ઓ.જી. પી.આઈ. એસ.એન.સાટીના માર્ગદર્શન હેઠળ એસ.ઓ.જી. ટીમે ટંકારા પોલીસ મથકના અપહરણના ગુનામાં છેલ્લા પાંચ વર્ષથી નાસ્તો ફરતો આરોપી અરવિંદ કાભઇભાઈ તળપદા જાતે કોળી (ઉ.૪૬) વાળાને પારડી ગામે બાબુભાઈ પટેલની વાડી જી. રાજકોટએ થી ઝડપી પાડીને એસ.ઓ.જી. ટીમે ધોરણસરની કાર્યવાહી હાથ ધ્રીં ધરી છે.

એસ.ઓ.જી. ટીમની આ સફળ કામગીરીમાં શંકરભાઈ ડોડીયા, કિશોરભાઈ મકવાણા, પ્રવીણસિંહ ઝાલા, મયુરસિંહ જાડેજા, ભરતસિંહ ડાભી, વિજયભાઈ ખીમાણીયા, ફારૂકભાઈ યાકુબભાઈ, અનિલભાઈ મણિશંકરભાઈ અને ધર્મેન્દ્રભાઈ અંબારામભાઈએ કરેલ છે.

Comments
Loading...
WhatsApp chat