Billboard ad 1150*250

ધોરાજી પોલીસના અપહરણના ગુન્હામાં નાસ્તો ફરતો આરોપી મોરબીથી ઝડપાયો

0 78
Post ad 1

તમારી મનપસંદ મોરબીન્યુઝ એપ્લીકેશન ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો 

https://play.google.com/store/apps/details?id=com.encircle.android.morbinews

Post ad 2

ધોરાજી પોલીસ મથકના અપહરણના ગુન્હામાં નાસ્તા ફરતા આરોપીઓને મોરબી તાલુકા પોલીસે  મકનસર ગામેથી ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

રાજકોટ જીલ્લાના ધોરાજી પોલીસ મથકમાં એકમાસ અગાઉ નોધાયેલ જે ગુન્હામાં આરોપી ગોપાલભાઈ જેસિંગભાઈ પરમાર રહે-નવા મકનસર કોળી વાસ જી.મોરબી વાળાએ ભોગ બનનારને લલચાવી ફોસલાવી બદકામ કરવાના ઈરાદે ભગાડી લઇ ગયેલ હોય જે અંગે આરોપી મોરબી તાલુકા પોલીસ મથક હદ વિસ્તારમાં રહેતો હોવાની બાતમીના આધારે મોરબી જીલ્લા પોલીસ વડા ડો.કરનરાજ વાઘેલા તથા ડીવાયએસપી બન્નો જોષીના માર્ગદર્શન હેઠળ મોરબી તાલુકા પોલીસ મથકના ઇન્ચાર્જ પી.એસ.આઈ. એન.જે.રાણાની સુચના હેઠળ બીટ જમાદાર નગીનદાસ નિમાવતની બાતમીના આધારે મોરબી તાલુકાના મકનસર ગામે જાપ નજીકથી આરોપી ગોપાલભાઈ જેસિંગભાઈ પરમાર તથા ભોગ બનનારને શોધી કાઢી મોરબી તાલુકા પોલીસે ધોરણસરની કાર્યવાહી હાથ ધરેલ છે.

Post ad 3
Comments
Loading...
Share This
WhatsApp chat