


મોરબી પંથકમાં અનેક અકસ્માતો સર્જાતા રહે છે અને હાઈવે પર દરરોજ નિર્દોષ નાગરિકોના જીવ હોમાઈ રહ્યા છે જે અકસ્માતનો સિલસિલો રવિવારે પણ જોવા મળ્યો હતો અને ત્રણ સ્થળોએ સર્જાયેલા અકસ્માતમાં એક વૃદ્ધ સહીત બેના મોત થયા હતા
મોરબી પંથકમાં સર્જાયેલા અકસ્માતના બનાવમાં પ્રથમ અકસ્માતમાં ગ્રીન ચોક વિસ્તારના રહેવાસી દયાળભાઈ ખીમચંદ દામાંણી સિંધી (ઉ.વ.૬૦) સંજય ગોહિલના મો.સા. નં જીજે ૦૩ એચએલ ૭૨૮૬ પાછળ બેસી મોરબી વાંકાનેર હાઈવે પર જતા હતા ત્યારે રફાળેશ્વર નજીક બાઈક સ્લીપ થતા દયાળભાઈ સિંધીનું મોત થયું હતું જયારે બીજા બનાવમાં મોરબી જેતપર રોડ પર રંગપર નજીક લુંટોન સિરામિક કારખાનામાં મજુરી કરતા મધ્યપ્રદેશના વતની કિશનલાલ કાનજીભાઈ ચોરમાં (ઉ.વ. ૫૦ કારખાનાની બાજુમાં ઉભા હતા ત્યારે ડમ્પર નં જીજે ૦૩ એટી ૪૬૪૧ ના ચાલકે ડમ્પર રીવર્સ લેતી વેળાએ કિશનલાલને ઠોકર મારતા તેનું મોત થયું હતું
જયારે ત્રીજા અકસ્માતના બનાવમાં શનાળા ગામ નજીકથી પસાર થતી વેગનઆર કાર અને બે ટ્રક વચ્ચે ત્રિપલ અકસ્માત સર્જાયો હતો જેમાં કોઈ જાનહાની થવા પામી ના હતી પરંતુ બે ટ્રક સાથેની ટક્કરમાં કારમાં નુકશાન થયું હતું અને અકસ્માત બાદ ટ્રાફિક જામ સર્જાયો હતો મોરબી પંથકમાં રવિવારે ત્રણ ત્રણ અકસ્માતો સર્જાયા હતા જેમાં બે વ્યક્તિએ જીવ ગુમાવ્યા છે.

