મોરબીના લખધીરપુર રોડ પર અકસ્માત, પતિની નજર સામે પત્નીનું મોત

મોરબીના લખધીરપુર રોડ પર આઈસરની ઠોકરે બાઈક સવાર દંપતી ફંગોળાઈ ગયું હતું જેમાં પાછળ બેઠેલી પત્નીને ગંભીર ઈજા થતા પતિની નજર સામે જ કરુણ મોત થયું હતું તો અકસ્માત સર્જી આઈસર ચાલક નાસી ગયો હતો.

બનાવની પ્રાપ્ત વિગતો મુજબ ધનજીભાઈ મોતીભાઈ ડાભીએ પોલીસમાં ફરિયાદ નોધાવી છે કે તે પોતાના બાઈક નં જીજે ૦૩ એચએલ ૪૮૪૧ લઈને લખધીરપુર રોડ પરથી જતા હોય ત્યારે સત્યમ સિરામિક નજીક આઈસર નં જીજે ૧૦ ડબલ્યુ ૫૦૭૫ ના ચાલકે તેના બાઈકને ઠોકર મારી હતી જે અકસ્માતમાં બાઈકમાં પાછળ બેઠેલી તેની પત્ની હીરાબેન ડાભી (ઊવ ૪૫) ને ગંભીર ઈજા થતા તેનું કરુણ મોત નીપજ્યું હતું તો અકસ્માત સર્જીને વાહનચાલક ફરાર થયો હતો દંપતી દુખદ પ્રસંગ માટે જઈ રહ્યા હોય ત્યારે અકસ્માત સર્જાયો હતો જેમાં પતિની નજર સામે પત્નીનું મોત નીપજ્યું હતું.

Comments
Loading...
WhatsApp chat