એસીબીએ વાંકાનેર મામલતદારના ડ્રાઈવરને લાંચ લેતા રંગેહાથ ઝડપ્યો

વાંકાનેર મામલતદારનો ડ્રાઇવરને એસીબીએ છટકું ગોઠવીને લાખો રૂપિયાની લાંચ લેતા ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

વાંકાનેર મામલતદાર વી.સી. ચાવડાના ડ્રાઇવર ઇલ્યાસને એલસીબીએ છટકું ગોઠવીને રૂ.૨ લાખ જેટલી રકમની લાંચ લેતા રંગે હાથ ઝડપી લીધો છે.બનાવને પગલે વાંકાનેર શહેરમાં ચકચાર મચી જવા પામી છે. તેમજ ડ્રાઈવર ઈલ્યાસે કબુલાત આપી હતી કે ગેરકાયદે ખનીજ ભરેલ ટ્રકને કાઢી આપવા માટે રૂ. ૨ લાખ નક્કી થયા હતા. આ લાંચની રકમ મામલતદાર વી.સી. ચાવડાના કહેવાથી જ તે લેવા માટે આવ્યો હતો.

Comments
Loading...
WhatsApp chat