



માળિયા મોરબી તાલુકા ઉમિયા પરિવાર સમૂહ લગ્ન સમિતિ મોરબી દ્વારા તા. ૨૦-૦૧-૧૯ ને રવિવારે મોરબી તાલુકાના રાજપર ગામ ખાતે ૨૧ માં સમૂહલગ્નોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે જે સમૂહ લગ્નોત્સવમાં જોડાવવા ઈચ્છુક પાટીદાર સમાજના યુવક યુવતીઓને નામ નોંધાવવા જણાવ્યું છે
સમૂહ લગ્નોત્સવમાં જોડાવવા માટે તા. ૨૩-૧૨-૧૮ સુધીમાં આવતા શનિવારે અને રવિવારે પાટીદાર સેવા સમાજ ટ્રસ્ટ, એફ ૨૯, આશાપુરા ટાવર, નવા બસ સ્ટેન્ડ સામે મોરબી ખાતે નામ નોંધાવવા જણાવ્યું છે સમૂહ લગ્નોત્સવને સફળ બનાવવા માટે સંસ્થાના અગ્રણી શિવલાલભાઈ ઓગણજા, ઈશ્વરભાઈ સબાપરા અને જયંતીભાઈ વિડજા સહિતની ટીમ જહેમત ઉઠાવી રહી છે



