


મોરબી ૧૮૧ ટીમને તાજેતરમાં થર્ડ પાર્ટી દ્વારા કોલ મારફત માહિતી મળી હતી જેમાં જામનગરમાં સાસરું ધરાવતી અને વાંકાનેર પિયર ધરાવતી મહિલાને દારૂડિયા પતિના ત્રાસમાંથી મુક્ત કરાવીને માસુમ બાળકને ઉઠાવી જનાર પતિના કબજામાંથી છોડાવી બાળકનો કબજો સોપવામાં આવ્યો હતો. વાંકાનેર રેલ્વે સ્ટેશન ખાતે અજાણી મહિલાને તેનો પતિ દારૂ પીને માર મારે છે અને બાળકને ઉઠાવી ભાગી ગયાની જાણ થતા ૧૮૧ ટીમના જાગૃતિબેન મકવાણા અને પાયલોટ રમેશભાઈ તુરંત સ્થળ પર દોડી ગયા હતા જેને ભોગ બનનાર મહિલાનું કાઉન્સેલિંગ કર્યું હતું જેથી માહિતી પ્રાપ્ત થઈ હતી કે સાસરિયાઓ અંધશ્રદ્ધામાં દોરાધાગા કરવા લઇ ગયા હોય જે બાદમાં તે પ્રેગનેન્ટ હોવા છતાં પતિએ દારૂ પીને માર માર્યો હતો તેમજ બે વર્ષના છોકરાને લઈને નાસી ગયો હોય આ અંગે ૧૮૧ મહિલા અભયમ ટીમે ગુજરાત રેલ્વે પોલીસની મદદથી મહિલાના સસરાને બોલાવી તાત્કાલિક બાળકનો કબજો મહિલાને અપાવીને તેને દારૂડિયા પતિની ચુંગલમાંથી છોડાવીને પિયરમાં મોકલવામાં આવી હતી.