Billboard ad 1150*250 Billboard ad 1150*250

ભૂલી પડી ગયેલ વૃદ્ધાનું પરિવાર સાથે મિલન કરાવતી ૧૮૧ ટીમ

રાપર તાલુકાના ઉમયા ગામના વૃધ્ધા પોતાના દીકરાના ઘરે આવ્યા હતા અને બાદમાં ઘરથી ગુમ થઇ ગયા હતા.જે વૃધ્ધા મોરબી એસ.ટી. બસ સ્ટેન્ડમાં મળી આવતા ૧૮૧ની ટીમે પરિવાર સાથે સુખદ મિલન કરાવ્યું હતું.

મળતી વિગત મુજબ રાપર તાલુકાના ઉમયા ગામથી તેજુબહેન હીરાભાઈ રબારી તેના મોટા દીકરાના ઘરે આવ્યા હતા અને બાદમાં તેણી ગુમ થઇ જવાથી પરિવાર દ્વારા શોધખોળ શરુ કરી હતી.તે વૃદ્ધા મોરબી એસ.ટી. ડેપોમાં આવી હતી અને ડેપો મેનેજરએ તેણીને જોતા જ ૧૮૧ ની ટીમને જાણ કરતા ૧૮૧ ટીમના સરલા એમ. ભોયા અને સ્ટાફ દિલીપભાઈ દુબરિયા ધટના સ્થળે પહોચીને વૃધ્ધાની પૂછપરછ કરી હતી

જેમાં વૃધ્ધાએ તેણીએ સરનામું જણાવ્યું હતું અને “મારે રામમંદિર જવું છે” તેમ જણાવ્યું હતું. ૧૮૧ ટીમે રતનપર ગામે વૃદ્ધાશ્રમનો સંપર્ક કરી પુછપરછ કરતા વૃધ્ધાના નાના દીકરા રામ ચરિત મંદિર (રતનપર) માં ગોવાળિયા તરીકે કામ કરતા હોય અને વૃધ્ધા ત્યાંથી થોડા દિવસ માટે રાપર મોટા દીકરાના ઘરે રોકવા ગયેલ હોય બાદમાં પરતા આવતા ભૂલી પડી જતા ૧૮૧ ની ટીમે વૃધ્ધાનું પરિવાર સાથે મિલન કરાવ્યું હતું.

Comments
Loading...
WhatsApp chat