

વાંકાનેરના પંચાસીયા ગામની સીમમાંથી ગઈકાલે બપોરે એક ૧૩ વર્ષના તરુણનો મૃતદેહ મળી આવતા વાંકાનેર તાલુકા પોલીસની ટીમ દોડી ગઈ હતી અને બે દિવસથી ગુમ તરુણના મૃતદેહની ઓળખ બાદ તરુણની આડાસંબંધ મામલે હત્યા થયાનો ખુલાસો થયો છે જે બનાવ મામલે વાંકાનેર તાલુકા પોલીસે ગુન્હો નોંધી વધુ તપાસ ચલાવી છે
મૂળ મધ્યપ્રદેશના વતની અને હાલ વાંકાનેરમાં ખેતમજુરી કરતા કરમશી નાનજી કીક્ડીયા નામના આદિવાસીનો ૧૩ વર્ષનો તરુણ વયનો દીકરો બબલુ બે દિવસ પૂર્વે ગુમ થયો હતો અને ગુરુવારે બપોરે પંચાસીયા ગામની સીમમાંથી મૃતદેહ મળ્યો હતો જે મૃતદેહને પીએમ અર્થે હોસ્પિટલ ખસેડાયો હતો અને તરુણને તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી હત્યા કરવામાં આવી હોય જે બનાવ મામલે મૃતકના પિતા કરમશી નાનજી કીકડિયાએ ફરિયાદ નોંધાવી છે
જેમાં જણાવ્યું છે કે તેનો દીકરો બબલુ (ઉ.વ. ૧૩) વાળાને આરોપી ઠાકોર ભુરસીંગ આદિવાસી નામના શખ્શે તેની પત્ની સાથે ફરિયાદીના દીકરાને આડા સંબંધ હોય અને બંનેને કઢંગી હાલતમાં જોઈ જતા તીક્ષણ હથિયારોનાં ઘા ઝીંકી તેમજ બોથડ પદાર્થ ઝીંકી નિર્મમ હત્યા નીપજાવી છે વાંકાનેર તાલુકા પોલીસે હત્યાનો ગુન્હો નોંધી આરોપીને ઝડપી લેવા કવાયત આદરી છે બનાવની વધુ તપાસ વાંકાનેર તાલુકા પીએસઆઈ જી આર ગઢવી ચલાવી રહ્યા છે