


મોરબીના ખાનપર ગામનો રહેવાસી બાળક ગત સાંજથી ગુમ થતા પરિવારજનો ચિંતાતુર બન્યા છે અને પરિવારજનો બાળકની શોધખોળ ચલાવી રહયા છે. બનાવની પ્રાપ્ત વિગતો મુજબ ખાનપર ગામના રહેવાસી મુકેશભાઈ અમૃતિયાનો ૧૩ વર્ષનો દીકરો યશ અમૃતિયા ગઈકાલે તા. ૩૦ ના સાંજે ૫ વાગ્યાથી ઘરેથી કોઈને કહ્યા વિના જ ગુમ થયો છે. સોમવારે સાંજથી ગુમ થયા બાદ હજુ સુધી તેનો કોઈ પતો નહિ લાગતા પરિવારજનો મોરબી તાલુકા મથકે દોડી ગયા હતા. જોકે હજુ સુધી બાળકનો કોઈ પત્તો લાગ્યો નથી. ધોરણ આઠમાં અભ્યાસ કરતુ બાળક ગુમ થઇ જતા પરિવારજનો સાથે ગ્રામજનોમાં પણ શોકનું મોજું ફરી વળ્યું છે અને યશ અમૃતિયા વિષે કોઈ પાસે માહિતી હોય તો પરિવારજનોનો સંપર્ક કરવા પણ અનુરોધ કરાયો છે.