Billboard ad 1150*250 Billboard ad 1150*250

ટંકારામાં ૧૦૫ વર્ષના વૃદ્ધની વાજતે-ગાજતે અંતિમયાત્રા નીકળી

ટંકારાના ૧૦૫ વર્ષની વયના નાગજીભાઈ કાળાભાઈ પરમારનું ગઈકાલે અવસાન થતા તેની સ્મશાન યાત્રા વાગતે-ગાજતે કાઢવામાં આવી હતી.

ટંકારામાં રહેતા નાગજીભાઈ કાળાભાઈ પરમારનું ગઈકાલે અવસાન થયું હતું અને તેને સંતાનમાં સ્વ. રમણીકભાઈ, નંદલાલભાઈ, હસમુખભાઈ, અશોકભાઈ અને અરુણભાઈ તથા ત્રણ દીકરીઓ છે.નાગજીભાઈ ૧૦૫ વર્ષની ઉમર હોવા છતાં પોતાની દુકાને આવીને બુટ બનાવતા હતા અને તે કમરેથી પણ વાકા વળી ગયા હતા.

ગઈકાલે તેમનું અવસાન થતા ટંકારા ગામમાં શોકનું મોજું ફરી વર્યું હતું.જેની અંતિમ યાત્રામાં બેન્ડ વકા સાથે વાજતે-ગાજતે કાઢવામાં આવી હતી અને તેમાં મોટી સંખ્યામાં ગ્રામજનો જોડાયા હતા.

Comments
Loading...
WhatsApp chat