Billboard ad 1150*250 Billboard ad 1150*250

થાનગઢ પોલીસે ઝડપેલ બાઈક ચોરી ત્રિપુટી સામે વધુ એક ગુન્હો દાખલ

 

થાનગઢ પોલીસે બાઈક ચોરી કરતી ગેંગને પકડી પાડ્યા બાદ મોરબી જીલ્લામાં અલગ અલગ સ્થળેથી બાઈક ચોરી થયાની ફરિયાદ પોલીસ મથકમાં નોંધાઈ રહી છે ત્યારે વધુ એક ફરિયાદ નોંધાઈ છે જેમાં લખધીરપુરના નાકા નજીકથી બે બાઈક ચોરી થયાની ફરિયાદ નોંધાઈ છે

 

મળતી માહિતી મુજબ મોરબીના શનાળા બાયપાસ નજીક રહેતા સોહિલભાઈ બદરુદીન લાખાણી (ઉ.૩૫) એ મોરબી બી ડીવીઝન પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે ગત તા. ૨૧-૦૭ થી ૨૨-૦૭ સુધીમાં લખધીરપુરના નાકા પાસે સોનગ્રા ટ્રાન્સપોર્ટની ઓફિસની બાજુમાંથી સોહીલભાઈનું સ્પ્લેન્ડરપ્લસ જીજે ૦૩ એચજી ૪૯૧૩ કીમત રૂ.૧૫,૦૦૦ તથા સહેદનું મોટર સાઈકલ જીજે ૩૬ સી ૪૨૮૩ કીમત રૂ.૨૫,૦૦૦ ચોરી થયું હોય જે મોટર સાઈકલ થાનગઢ પોલીસે બાઈક ચોરી કરતી ગેંગના ગૌતમભાઈ ઉર્ફે ગવો ટપુભાઈ ડાભી, વિકાસભાઈ ભરતભાઈ પનારા અને રાકેશભાઈ દેવજીભાઈ મકવાણાએ ચોરી કર્યું હોવાની ફરિયાદ નોંધાવી છે તો મોરબી પોલીસ ફરિયાદ નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે

 

મોરબીના લખધીરપુરના નાકા નજીકથી ત્રન્માસ આગાઉ બાઈક ચોરી થયું હોય અને થાનગઢ પોલીસે બાઈક ચોરી કરતી ગેંગને પકડી પાડ્યા બાદ મોરબી પોલીસે બાઈક ચોરીની ફરિયાદ નોંધી છે

Comments
Loading...
WhatsApp chat