

મોરબીમાં ચોરીના બનાવો વધતા વેપારીઓ અને નાગરિકો ભયમાં ફેલાયો છે.અગાઉ થયેલ ચોરીના ભેદ હજુ સુધી ઉકેલાયા નથી એવામાં ગત રાત્રીના સમયે નવલખી રોડ પર આવેલા યમુનાનગર વિસ્તારના મકાનમાં તસ્કરોએ ધામા નાખ્યા હતા.નવલખી પોર્ટ પર શ્રીજી શીપીંગ કંપનીમાં ફરજ બજાવતા હર્ષદભાઈ મોટકા અને તેનો પરિવાર ગરમીને પગલે ઘરના ધાબા પર સુવા ગયેલ ગયા હતા.ત્યારે તેના બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવ્યું હતું. મકાનના દરવાજાનો નકુચો તોડી ઘરમાં પ્રવેશ કર્યો હતો અને તિજોરી તેમજ સેટી પલંગમાં સામાન વેરવિખેર કરીને ઘરમાંથી રોકડ, સોના-ચાંદીના દાગીના સહિતના મુદામાલની ચોરી કરવામાં આવી હતી. આ ચોરી અંગે મકાનમાલિકે પોલીસને જાણ કરતા પોલીસ સ્થળ પર દોડી જઈને તપાસ ચલાવી હતી . આ મામલે મકાનમાલિક હર્ષદભાઈ પટેલે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે તેના મકાનમાંથી તસ્કરો ૧.૭૫ લાખ રોકડ અને ૨૩ હજારના દાગીના મળીને ૧.૯૮ લાખની મત્તા ચોરી કરી ગયા છે. આ મામલે પોલીસે તસ્કરોને ઝડપી લેવા તપાસનો ધમધમાટ શરુ કર્યો