મોરબીના ગુંગણ ગામે માથાભારે તત્વોનો ત્રાસ, પાંચ લોકોએ આત્મવિલોપનની ચીમકી ઉચ્ચારી

મોરબીના ગુંગણ ગામે માથાભારે તત્વો દ્વારા હેરાન પરેશાન કરવામાં આવતા હોય જેથી કંટાળી ગયેલા પાંચ વ્યક્તિઓએ જીલ્લા કલેકટર અને એસપીને લેખિત રજૂઆત કરી આત્મવિલોપન કરવાની ચીમકી ઉચ્ચારી છે.

મોરબીના ગુંગણ ગામના રહેવાસી જાદવ જગજીવનભાઈ લખમણભાઈ , મણીબેન લખમણભાઈ જાદવ, નાનજીભાઈ ખેંગારભાઈ પરમાર, મહેશભાઈ ધનજીભાઈ જાદવ અને મુકેશ ધનજી જાદવ એ પાંચ વ્યક્તિઓએ જીલ્લા કલેકટર અને એસપી તેમજ ડીઆઈજીને કરેલી અરજીમાં જણાવ્યું છે કે તેના જ ગામમાં રહેતા જાડેજા ધર્મેન્દ્રસિંહ મીઠુભા અને જાડેજા હંસાબા મીઠુંભા એ બંને અમારી માલિકીની એકની જમીનમાં કબજો કરેલ છે અને ખેતી તેમજ ખેડવાન સહીત વાવેતર કરવા દેતા નથી અને અમારી માલિકીનો પાક લીધેલ હોય તે અમારી બાબતને ખાસ ગંભીરતાપૂર્વક ધ્યાનમાં લઇ અમો અમારા માલિકી હકના ખેતરમાં વાવેતર સહીત કોઈપણ કામ સબબ જતા અમારા પર જીવલેણ હુમલો કરશે તેવી દહેશત છે માટે અમારા જાન માલની સલામતી જળવાય રહે તે હેતુથી સ્વેચ્છાએ માલિકી એકના ખેતરમાં જી શકીએ એવી વ્યવસ્થા ખાસ પોલીસ રક્ષણ આપવા અરજ કરવામાં આવી છે.

સરકારના ધોરણ મુજબ મોરબી તાલુકાના ગુંગણ ગામે સાંથણીમાં જમીન આપવામાં આવી છે જે સામાવાળાઓ પચાવી પાડવા અમારી મૂળભૂત અધિકારી સાથે મળેલી મિલકત હડપ કરવા સાજીશ રચી જ્ઞાતિના મળતીયા પોલીસ અધિકારીઓનો સાથ સહરથી અમારી માલિકીના જમીનમાં વાવેતર કરેલ અમારો પાક લેવા દેતા નથી ધાકધમકીઓ અને માર મારવાની કોશિશ સાથે જીવલેણ હુમલાઓ કરવામાં આવ્યા છે ત્યારે આરોપીઓ અમારા પર જીવલેણ હુમલો કરે અથવા કોઈપણ જાતના ત્રાસ કે અત્યાચાર ગુજારે નહિ જેથી પોલીસ રક્ષણ આપવાની માંગ કરી છે અને માંગણી ના સ્વીકારાય તો તા. ૦૨-૦૭-૧૮ ના રોજ આત્મવિલોપન કરશું તેવી ચીમકી ઉચ્ચારી છે.

Comments
Loading...
WhatsApp chat