


વાંકાનેર તાલુકાની સરતાનપર ચોકડી નજીક બે શખ્સોએ બાઈક સવાર યુવાનને ઉભો રાખીને તેના પર લોખડના પાઈપ અને ઘારીયા વડે હુમલો કર્યો હોવાની ફરિયાદ વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં નોંધાઈ છે.
મળતી વિગત મુજબ મોરબી તાલુકાના લાલપર ગામ નજીક આવેલ હોનેસ્ટ હોટેલ પાસે રહેતા ઋત્વિક મનસુખભાઈ કોળી (ઉ.૧૯) પોતાનું મોટર સાઇકલ લઈને જતો હોય દરમિયાન સરતાનપર ચોકડી નજીક પટુ ઉર્ફે પટુડો શાંતિલાલ દેવીપુજક અને શનિ શાંતિલાલ દેવીપુજક રહે બંને બંધુનગર વાળાએ આવીને ઋત્વિકનું મોટર સાઈકલ ઉભું રાખવી તારા શેઢને મુરઘીનું છાપરું હટાવી લે તેમ કહી તેના હાથમાં રહેલ લોખંડના પાઈપ વડે ઋત્વિકને મારમારી તથા આરોપી શનિએ તેની પાસે રહેલ ઘારીયા વડે ઉધી ઘા મારી તથા સાહેદને મારમારી ફેકચર જેવી ઈજાઓ કરી હોવાની ફરિયાદ વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં ઋત્વિકએ નોંધાવી છે.વાંકાનેર તાલુકા પોલીસે ફરિયાદ નોંધી વધુ પી.એસ.આઈ. બી.ડી.પરમાર ચલાવી રહ્યા છે.

