

શ્રીમાળી સોની યુવા સંગઠન મોરબી દ્વારા સોની સમાજ ના ક્રિકેટ રસીકો માટે ‘વન ડે નાઈટ ક્રિકેટ ટુર્નામેન્ટ’ નું આયોજન કરવામા આવ્યુ હતું.સઁગઠન પ્રમુખ રૂપેશભાઈ રાણપરા અને તેમની ટીમ દ્વારા ટુર્નામેન્ટમાં ક્રિકેટરોને નાઈટ ટુર્નામેન્ટ હોઈ સંપૂર્ણ ભોજન તથા ચા ની ચુસ્કી મારતા ક્રિકેટનો આનંદ અપાવ્યો હતો.
આ નાઈટ ટુર્નામેન્ટ મુરલીધર ક્રિકેટ ગ્રાઉન્ડ નાગડાવાસ ખાતે યોજાઈ હતી શનિવારે સવારથી સાંજ સુધી ચાલેલી ટુર્નામેન્ટમાં વિજેતા ટીમ અને શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર ખેલાડીને ટ્રોફી આપી સન્માન કરવામાં આવ્યું હતું ક્રિકેટ ટુર્નામેન્ટની ફાઈનલ મેચમાં ભાગ્ય ઈલેવન વિજેતા બની હતી જયારે મોરબી ઇન્ડિયન્સ ટીમ રનર્સ અપ રહી હતી મેન ઓફ ધ સીરીઝનો ખિતાબ હર્ષ આડેસરા તેમજ 1st મેચ મેન ઓફ ધ મેચ હર્ષ આડેસરા, 2nd મેચ મેન ઓફ ધ મેચ જયદીપ રાણપરા, 3rd મેચ મેન ઓફ ધ મેચ :જેનીલ પારેખ ને ટ્રોફી આપી સન્માનિત કરવામાં આવ્યા હતા