મોરબી જીલ્લા કક્ષાની વોલીબોલ ટુર્નામેન્ટમાં ઉમા સ્પોર્ટ્સની ટીમ વિજેતા

 

મોરબી જીલ્લા કક્ષાની વોલીબોલ શૂટિંગ ટુર્નામેન્ટમાં ઉમા સ્પોર્ટ્સ મોરબી લાતીપ્લોટની ટીમનો દબદબો જોવા મળ્યો હતો અને વિવિધ કેટેગરીમાં ટીમ વિજેતા બની હતી

મોરબી જીલ્લા કક્ષા ખેલ મહાકુંભમાં શૂટિંગ વોલીબોલમાં ઉમા સ્પોર્ટ્સ ઓપન એઈજ અને ઓવર ૪૦ માં પણ ઉમા સ્પોર્ટ્સ મોરબી ટીમ વિજેતા બની હતી જીલ્લા કક્ષાની વોલીબોલ ટુર્નામેન્ટનું આયોજન વાંકાનેરના ચંદ્રપુર ખાતે કરવામાં આવ્યું હતું જેમાં વિવેકાનંદ સ્પોર્ટ્સ હળવદ રનર્સઅપ બની હતી

ઉમા સ્પોર્ટ્સ ટીમના સભ્યો સંતોષભાઈ, અમિતભાઈ, જીગ્નેશભાઈ, વિવેક કાનાણી, વિવેક ગોધાણી, વિજય ભાલોડીયા, સીનીયર ટીમમાં દીપકભાઈ વ્યાસ, કિશોરભાઈ શેરશીયા, કાન્તિલાલ હાલ્પરા, દીપક બાવરવા, રાજુભાઈ ગોધવિયા અને પલાસભાઈ મેવા સહિતના સભ્યોએ સારું પ્રદર્શન કર્યું હતું

 

Comments
Loading...
WhatsApp chat