શિક્ષિકા દુષ્કર્મ : પ્રાથમિક શિક્ષક સંઘના પૂર્વ પ્રમુખ વિજય સરડવાના જામીન મંજુર

આરોપીની જામીન અરજી કોર્ટે માન્ય રાખી, શરતી જામીન મંજુર

મોરબી જીલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના પૂર્વ પ્રમુખ સામે શિક્ષિકાએ દુષ્કર્મની ફરિયાદ કર્યા બાદ પોલીસે આરોપીની ધરપકડ કરી હતી અને ત્યારબાદ જેલ હવાલે કરાયો હતો જે દુષ્કર્મના આરોપીએ કોર્ટમાં કરેલી જામીન અરજીને ગાહ્ય રાખીને કોર્ટે શરતી જામીન મંજુર કર્યા છે

બનાવની પ્રાપ્ત વિગતો મુજબ રાજકોટની શિક્ષિકાએ મોરબી જીલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના પૂર્વ પ્રમુખ વિજય સરડવા સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાવી હતી જે ફરિયાદ બાદ તુરંત એ ડીવીઝન ટીમે આરોપી વિજય સરડવાની ધરપકડ કરી હતી તેમજ રિમાન્ડ દરમિયાન મોબાઈલ, લેપટોપ સહિતનો મુદામાલ કબજે કર્યા બાદ રિમાન્ડ પૂર્ણ થતા આરોપીને જેલહવાલે કરવામાં આવ્યો હતો અને આરોપી વિજય સરડવાએ તેના એડવોકેટ નરેન્દ્રસિંહ ઝાલા અને યોગરાજસિંહ જાડેજા મારફત જામીન અરજી કરી હતી અને મોરબી કોર્ટે આરોપી પક્ષના વકીલની અરજીને માન્ય રાખીને આરોપીના શરતી જામીન મંજુર કર્યા છે

જેમાં આરોપીએ જામીન મુક્ત થવા માટે ૧૦,૦૦૦ રૂપિયાના સધ્ધર વિશ્વાસપાત્ર જામીન તથા તેટલી જ રકમના જાત મુચરકા નીચેની કોર્ટને સંતોષ થાય તે રીતે રજુ કરવા તે ઉપરાંત બે શરતો પણ સાથે જામીન આપ્યા છે જેમાં આરોપીએ તેમની સામેની ચાલતા કેસની ટ્રાયલ દરમિયાન નિયમિતપણે દર મુદતે અચૂક હાજર રહેવું તેમજ આરોપીએ ફરિયાદપક્ષના સાહેદોને ધાક ધમકી, લોભ લાલચ પ્રલોભન આપવા અપાવવા નહિ કે ફરિયાદ પક્ષના પુરાવા સાથે ચેડા કરવા નહિ આમ આરોપીના શરતી જામીન મંજુર થતા હાલ પુરતી આરોપીને કોર્ટ તરફથી રાહત આપવામાં આવી છે

Comments
Loading...
WhatsApp chat