


લાંબા સમયથી વ્યાયામ અને કલા શિક્ષકોની ભરતી ન થતા મોરબી માં 40 શિક્ષકોએ બાળકોને ઉપયોગી બની વિરોધ વ્યક્ત કર્યો છે. જેમાં ગુજરાત રાજ્ય વ્યાયામ અને કલા સંધ તેમજ મોરબી જિલ્લા વ્યાયામ અને કલા શિક્ષક સંઘ દ્વારા 3 દિવસીય નિ:શુલ્ક (ફ્રી)સમર કેમ્પનું આયોજન હળવદ તાલુકા ના રણકાઠા વિસ્તાર ના બાળકો માટે ટીકર ગામમાં કરવામાં આવ્યું હતું.
લોકો સરકાર સામે વિરોધ કરવા બેનર, પોસ્ટરો લગાડે અથવા તો જાહેર મિલ્કતોને આગ ચાંપી વિરોધ પ્રદર્શન કરતા હોય છે. તો ઘણા લોકો ગાંધી ચિંધ્યા માર્ગે ઉપવાસ આંદોલન પણ કરે છે, પરંતુ તે આંદોલનોમાં સમય અને તેનો ઉપયોગ થતો નથી. આથી સરકારમાં લાંબા સમયથી વ્યાયામ અને કલા શિક્ષકોની ભરતી ન થતા મોરબીમાં 40 શિક્ષકોએ જેવાકે મુસ્તાક સુમરા, વાલજી ડાભી, શૈલેશ પરમાર, હિતેષ વરમોરા, ગીતાબેન પરમાર વગેરે.બાળકોને ઉપયોગી બની વિરોધ વ્યક્ત કર્યો હતો.
મોરબી માં આયોજિત નિ:શુલ્ક(ફ્રી) સમર કેમ્પમાં બેરોજગાર થયેલ ચિત્ર વ્યાયામ અને સંગીતના શિક્ષકોએ મળીને વિરોધ પ્રદર્શન કર્યો હતો. આ કેમ્પમાં 10 થી વધુ પ્રવૃત્તિ જેવી કે વોલીબોલ, આચૅરી, ડોઝબોલ, રાઈફલ શુટિંગ, યોગાસન, કરાટે, ચિત્ર,સંગીત,જીમ્નાટીકસ, એથ્લેટીક્સ ની તાલિમ આપવામાં આવી જેમાં 200 થી વધુ વિદ્યાર્થીઓએ લાભ લીધો હતો. રાજ્ય સરકાર દ્વારા ખેલ મહાકુંભ,કલા મહાકુંભ, યોગ દિવસ, યુવા મહોત્સવ જેવા મોટા કાર્યક્રમો યોજાય છે. આ પ્રકારના મહોત્વસમાં બાળકોને તાલીમ કોણ આપી શકે ! આ પ્રકારની પ્રવૃત્તિઓમાં સફળતા હાસિલ કરનાર વ્યાયામ અને કલાના શિક્ષકો સાથે કેમ અન્યાય થાય છે! છેલ્લા 12 વર્ષથી વ્યાયામ, ચિત્ર અને સંગીતના શિક્ષકોની ભરતી સરકાર દ્વારા કરવામાં આવી જ નથી આ વિષયો બાળકોના અભ્યાસક્રમમાંથી બાકાત કરવામાં આવ્યા છે! આવા નિર્ણયો સરકાર દ્વારા લેવાતા અનેક યુવાનો બેરોજગાર બન્યા છે. રાજ્ય સરકાર આ બાબતની નોંધ લે તે આવશ્યક બન્યું છે. તેમ મોરબી જિલ્લા વ્યાયામ અને કલા શિક્ષક સંધ ના પ્રમુખ શૈલેશભાઈ પરમારે જણાવ્યું હતુ
અત્રે નોંધનીય છે કે, હજારો યુવકો વ્યાયામ, ચિત્ર અને સંગીતમાં ઉચ્ચ અભ્યાસ કરી નેશનલ કક્ષાની રમતોમાં ભાગ લઇ બી.પી.ઈ, બી. પી. એડ., ડી. પી. એડ , એમ. પી. એડ.અને એ.ટી.ડી ની ડિગ્રીઓ ધરાવતા યુવાનો પણ બેરોજગારીની કારણે બેઠા છે, ત્યારે TATની પરીક્ષા 2011અને 2014 માં સફળતા મેળવેલ અનેક યુવાનો ભરતીના કરતા સરકારી નોકરીથી વંચિત રહ્યા છે. આ તકે પાસ કન્વીનર ગુજરાત રાજ્ય ગીતાબેન પટેલ અમદાવાદ થી ખાસ ઉપસ્થિત રહી બાળકો નો ઉત્સાહ વધારયો

