શિક્ષકદિન નિમિતે જીલ્લાના શ્રેષ્ઠ શિક્ષકોનુ સન્માન કરાયું

                                                                                         શ્રેષ્ઠ શિક્ષક તરીકે સમગ્ર દેશમાં જેમની ખ્યાતિ ફેલાયેલી છે તેવા પ્રખ૨ શિક્ષણવિદ ડૉ. સર્વ૫લ્લી રાધાક્રિશ્નનના જન્મદિન ૫, સપ્ટેમ્બ૨- શિક્ષકદિન નિમિતે આજરોજ મોરબી જિલ્લા કક્ષાનો શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક પ્રાથમિક અને માધ્યમિકના શ્રેષ્ઠશિક્ષક તરીકેનો સન્માન કાર્યક્રમ ટાઉન હોલ ખાતે યોજવામા આવ્યો હતો.

                                                                                         આ કાર્યક્રમના અધ્યક્ષસ્થાનેથી ગુજરાત રાજય બિન આનામત વર્ગ આયોગ અધ્યક્ષ હંસરાજભાઇ ગજેરાએ જણાવ્યુ હતું કે, રાષ્ટ્રપતિ ડો.સર્વપલ્લી રાધાક્રિશ્નનના વિચારો અને વ્યવહારને અમલમાં મૂકી એક શિક્ષક તરીકે આવતી નવી પેઢિને એક સારૂં શિક્ષણ આપી સારા સમાજનું નિર્માણ કરવાઅનુરોધ કર્યો હતો. ગુરૂ હોય છે તે ત્યાં ને ત્યાંજ રહે છે. પરંતુ તેમની આગળ ભણી ગયેલ વિદ્યાર્થીને એક સારા જ્ઞાન સાથેનું શિક્ષણ આપી તેમનો શિષ્ય આગળ વધે અને સારૂ શિક્ષણ સારા સમાજ નું નિર્માણ થાય તેવા પ્રયાસો એક ગુરૂ તરીકે કરવા જોઇએ.

                                                                                   આ પ્રસંગે જિલ્લા કક્ષાના શ્રેષ્ઠ શિક્ષક તરીકે વસીયાણી વિનોદ રૂગનાથ, બોરીયાપાટી પ્રા.શાળા, તા.મોરબીને પુરસ્કાર અને શિલ્ડ આપી અધ્યક્ષ હંસરાજભાઇ ગજેરાએ સન્માનિત કર્યા હતાં. જયારેતાલુકા કક્ષાએ શ્રેષ્ઠ શિક્ષક તરીકે ૨ શિક્ષકોને સન્માનિત કરવામાં આવ્યા હતાં. તેમજ મહાનુભાવો તરફથી ઇનોવેટીવ(સાંદિપની) સન્માનપત્ર,ચિત્રકુટ સન્માનપત્ર, શહેરી અને ગ્રામ્ય સ્વચ્છ વિદ્યાલય પુરસ્કાર, તથા પ વર્ષ પૂર્ણ કરી પુરા પગારમાં આવેલ શિક્ષકોને આદેશો આપવા આવેલ હતાં.

                                                                               પ્રસંગોચિત ઉદબોધનમાં મોરબી-માળીયા ધારાસભ્ય બ્રીજેશભાઇ મેરજાએ જણાવ્યુ હતું કે, શ્રેષ્ઠ અને સારા શિક્ષણમાં  પારંગત થયેલ શિક્ષકોનું આજે સન્માન થઇ રહયું છે. પોતાનું કર્મદાન દેનાર શિક્ષકોને સન્માન કરવામાં આવી રહયાં છે. જે નિરંતર સારા સમાજના નિર્માણ માટે પોતાનું યોગદાન દેતા રહે તેવો તેમણે અનુરોધ કર્યો હતો.

                                                                                જયારે આ પ્રસંગે જિલ્લા કલેકટર આર.જે.માકડીયાએ તેમના વકતવ્યમાં જણાવ્યું હતું કે, સમાજ વ્યવસ્થામાં આદર્શ સમાજ બનાવવા માટે આરોગ્ય અને શિક્ષણનો મોટો ફાળો રહેલો છે. જો બન્ને પાસા સારા હોય તો એક આદર્શ સમાજ બની શકે છે. તેમજ આ પ્રસંગે પૂ.મહાત્મા ગાંધીજી, મહાન વિભૂતિઓને  યાદ કરીને તેમનામાંથી શિક્ષણ લઇ આગળ વધવા અનુરોધ કર્યો હતો. જયારે સ્વાગત પ્રવચન જિલ્લા શિક્ષણાધિકારી બી.એન.દવે કર્યું હતું.

                                                                             આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ કિશોરભાઇ ચિખલીયા, ધ્રાંગધ્રા-હળવદ ધારાસભ્ય પરસોત્તમ સાબરીયા, તાલુકા પંચાયત પ્રમુખ હંસરાજભાઇ પાચોટીયા, જિલ્લા વિકાસ અધિકારી એસ.એમ.ખટાણા, અધિકારીઓ તથા જિલ્લા તથા તાલુકાના શિક્ષકમિત્રો બહોળા સંખ્યામાં ઉપસ્થિત રહયાં હતાં.

 

 

 

Comments
Loading...
WhatsApp chat