Billboard ad 1150*250 Billboard ad 1150*250

વિનય ઇનટરનેશનલ સ્કૂલમાં “Teacher Workshop” યોજાયો

વિનય ઇનટરનેશનલ સ્કૂલમાં વિધાર્થીઓ સાથે સાથે શિક્ષકોના ઘડતર અને વિકાસ માટે અવનવી પ્રવૃતિ અને સેમીનારનું આયોજન થતું હોય છે. આ પ્રવૃત્તિના ભાગરૂપે વિનય ઇનટરનેશનલ સ્કૂલ માં “Ergonomics in routine life” ના સ્વાસ્થ્યના સંદર્ભમાં “Teacher Workshop” નું આયોજન કરવામાં આવ્યું હતું.

જેમાં મોરબીના પ્રખ્યાત ફીજીયોથેરપી ડો. ભાવેશ ઠોરીયાએ શિક્ષકોને ખુબજ ઉપયોગી સ્વાસ્થ્ય વિજ્ઞાનનું જ્ઞાન આપ્યું હતું અને આ વિષય ઉપર પ્રશ્નોતરી પણ કરી હતી. આ સેમીનારમાં વિનય ઇનટરનેશનલ સ્કૂલના સંચાલક, આચાર્ય અને શિક્ષકોએ ખુબજ ઉત્સાહભેર ભાગ લીધો હતો. સંસ્થાના ટ્રસ્ટી કૃણાલભાઈ મેવાએ તમામને અભિનંદન પાઠવ્યા હતા

Comments
Loading...
WhatsApp chat