ટંકારા તાલુકાના શિક્ષિકા ગીતાબેન સાંચલાને મોરારીબાપુના હસ્તે ચિત્રકૂટ પારિતોષિક એનાયત

 

હર્ષદરાય કંસારા ટંકારા: ટંકારા તાલુકાના શિક્ષિકા ગીતાબેન સાંચલાને પૂજય મોરારિબાપુ દ્વારા ચિત્રકૂટ પારિતોષિક એનાયત કરવામાં આવ્યું હતું

દર વર્ષે પૂજય મોરારિબાપુ દ્વારા રાજ્યના શ્રેષ્ઠ પ્રાથમિક શિક્ષકોને ચિત્રકૂટ એવોર્ડથી સન્માનવામાં આવે છે. જેમાં વર્ષ-2022 માટે ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા દરેક જિલ્લામાંથી 1-1 શ્રેષ્ઠ શિક્ષકને ચિત્રકૂટ એવોર્ડ માટે પસંદગી કરવામાં આવેલ. જે પૈકી મોરબી જિલ્લામાંથી ટંકારા તાલુકાની હરબટીયાળી પ્રાથમિક શાળાના શિક્ષિકા શ્રીમતી ગીતાબેન મનસુખલાલ સાંચલાની પસંદગી કરવામાં આવી હતી.

ખાસ આનંદની વાત એ હતી કે મોરબી જિલ્લામાં પ્રથમ વખત મહિલા શિક્ષકની આ એવોર્ડ માટે પસંદગી થઈ હતી. અને તાજેતરમાં તલગાજરડા મુકામે પૂજ્ય મોરારિબાપુના હસ્તે સાંચલા ગીતાબેન મનસુખલાલને ચિત્રકૂટ એવોર્ડ આપવામાં આવ્યો હતો. આ એવોર્ડ મેળવી ગીતાબેન સાંચલાએ ટંકારા તાલુકાનું તેમજ હરબટીયાળી ગામનું અને દરજી સમાજનું ગૌરવ વધાર્યું છે

આ તકે મોરબી જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ ઘનશ્યામભાઈ દેથરિયા, મહામંત્રી દિનેશભાઈ હુંબલ, તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ કલ્પેશભાઈ ફેફર, મહામંત્રી વિરમભાઇ દેસાઈ, સીઆરસી કો ઓર્ડીનેટર કૌશિકભાઈ ઢેઢી તેમજ હરબટીયાળી સ્કૂલના આચાર્ય મગનભાઈ ઉજરિયા અને શાળાના પરિવારે ગીતાબેનને શુભેચ્છાઓ પાઠવી હતી

આ ઉપરાંત હરબટીયાળી ગામના સરપંચ દેવરાજભાઈ સંઘાણી, ગામના આગેવાનો, વડીલો ભાઈઓ, બહેનો અને વિદ્યાર્થીઓએ શુભકામનાઓ પાઠવી હતી

Comments
Loading...
WhatsApp chat