Billboard ad 1150*250 Billboard ad 1150*250

શિક્ષકદિન નિમિતે મોરબી જીલ્લાના શ્રેષ્ઠ શિક્ષકોનુ સન્માન કરવામાં આવશે

ગુજરાત રાજ્યમાં શિક્ષણક્ષેત્રે ગૌરવરૂપ ઉત્કૃષ્ટ સેવા માટે શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક યોજના-૨૦૧૭ અંતર્ગત મોરબી જીલ્લા માંથી પ્રાથમિક શિક્ષક અને માધ્યમિક શિક્ષકોની શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક માટે પસંદગી થયેલ છે.તેવા શિક્ષકોને પુરસ્કાર એનાયત કરવા અને તેઓને પ્રોત્સાહિત કરવા માટે આવતીકાલે બપોરે ૩ વાગ્યે મધ્યસ્થ હોલ,ધી.વી.સી. હાઈસ્કુલ ખાતે  શિક્ષકોને પુરસ્કાર એનાયત કાર્યક્રમનું  આયોજન કરવામાં આવ્યું છે.જેમાં સમારંભના અધ્યક્ષ  તરીકે રાજ્યના ઉધોગ મંત્રી રોહિતભાઈ પટેલ ઉપસ્થિત રહેશે.ઉપરાંત જીલ્લા પંચાયત પ્રમુખ સોનલબેન જાકાસણીયા આ કાર્યક્રમનું ઉદધાટન કરશે.તેમજ સાંસદ મોહન કુંડારિયા,કચ્છ સાંસદ વિનોદ ચાવડા,ધારાસભ્ય મોરબી-માળિયા કાંતિભાઈ અમૃતિયા, ટંકારા-પડધરી ધારાસભ્ય બાવનજીભાઈ મેતલિયા અને વાંકાનેરના ધારાસભ્ય મહંમદ જાવેદ પીરઝાદા ઉપસ્થિત રહેશે.તેમજ આ કાર્યક્રમના મુખ્ય મહેમાન તરીકે ગુલામભાઈ પરાસરા હાજર રહેશે.

Comments
Loading...
WhatsApp chat