Billboard ad 1150*250 Billboard ad 1150*250

મોરબીમાં પાંચ વર્ષ પૂર્ણ કરનાર શિક્ષક સહાયકોનો પુરા પગારમાં સમાવેશ કરાયો

 

મોરબી જીલ્લામાં ફરજ બજાવતા માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકમાં પાંચ વર્ષ પૂર્ણ કરનાર શિક્ષણ સહાયકોનો પુરા પગારમાં સમાવેશ કરાયો હોય જે શિક્ષક મિત્રોને શિક્ષણ અધિકારી કચેરીએ પુરા પગારના આદેશ આપવામાં આવ્યા હતા

મોરબી જીલ્લા શિક્ષણાધિકારી કચેરી ખાતે શિક્ષણ સહાયકોને પુરા પગારના આદેશ આપવામાં આવ્યા હતા માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ સહાયક જેઓએ પાંચ વર્ષની સંતોષકારક સેવા પૂર્ણ કરી હોય તેવા શિક્ષણ સહાયકોને પુરા પગારમાં સમાવેશ કરી પુરા પગારના આદેશ શિક્ષણ અધિકારીના હસ્તે આપવામાં આવ્યા હતા મોરબી જીલ્લા માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષક સંઘના હોદેદારોની ઉપસ્થિતિમાં ડીઈઓ બી એમ સોલંકી અને વહીવટી અધિકારી જીગરભાઈ લશ્કરીના હસ્તે પુરા પગારના આદેશ આપવામાં આવ્યા હતા

 

Comments
Loading...
WhatsApp chat