


વાંકાનેરના કોઠી ગામે ચાર દિવસ પૂર્વે ચા બનાવતી વેળાએ દાઝી જતા વૃધ્ધાને રાજકોટ સારવાર માટે ખસેડવામાં આવી હતી જ્યાં સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું છે.
વાંકાનેરના કોઠી ગામના રહેવાસી અમીનાબેન નુરમામદભાઈ ફકીર (ઊવ ૭૫) પોતાના ઘરે ચા બનાવતા ગત તા. ૨૧ ના રોજ પોતે પહેરલ કપડા ચૂલામાં અકસ્માતે પડતા શરીરે દાઝી જતા વાંકાનેર પ્રાથમિક સારવાર બાદ રાજકોટ ખસેડવામાં આવેલ જ્યાં સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું છે વાંકાનેર પોલીસે બનાવની નોંધ કરી તપાસ ચલાવી છે.

