



મોરબીના સિરામિક ઉદ્યોગમાં કબુતર બીલ અને ટેક્સ ચોરીના બનાવો સામે આવતા રહે છે અને જીએસટીમાં ઈ વે બીલ લાગુ થયા છતાં ટેકસચોરીનું દુષણ હજુ જોવા મળી રહ્યું છે જેમાં રાજકોટ સેન્ટ્રલ જીએસટી ટીમે મોરબીની ટાઈલ્સ ભરેલી પાંચ ટ્રકો ઈ વે બીલ વિના નીકળતા ઝડપી લીધી છે.
તાજેતરમાં ટ્રક ટ્રાન્સપોર્ટ હડતાલ પૂર્ણ થઇ હોય અને ઓર્ડર પુરા કરવા માટે મોરબીની સિરામિક ફેકટરીઓ દ્વારા અનધિકૃત રીતે અન્ય રાજ્યોમાં માલ મોકલવામાં આવી રહ્યો હોવાની જાણકારી સેન્ટ્રલ જીએસટી ટીમને મળી હતી જેના પગલે મોરબી તરફથી આવતા ટ્રકોની તલાશી લેતા ઈ વે બીલ વિના જ અન્ય રાજ્યોમાં માલ મોકલવામાં આવી રહ્યો હોવાનું ફલિત થતા સેન્ટ્રલ જીએસટી ટીમે પાંચ ટ્રકો સહિતનો મુદામાલ કબજે લઈને હાલ રાજકોટ ઓફીસ ખાતે રાખવામાં આવ્યો છે
તો જીએસટી અધિકારી પાસેથી મળતી માહિતી પ્રમાણે ટાઈલ્સના જાથા પર જે જીએસટી લાગે છે તેટલી જ રકમની પેનલ્ટી વસુલ કરવામાં આવશે તેમજ આ ટાઈલ્સનો જથ્થો કોનો છે તે દિશામાં ટીમ તપાસ ચલાવી રહી હોવાનું જણાવ્યું છે



