

મોરબીના દરબાર ગઢ નજીક ગત રાત્રીના સમયે એક તરુણ અને તરુણી બેભાન અવસ્થામાં મળી આવ્યા બાદ પોલીસ અને ૧૦૮ ટીમને જાણ કરવામાં આવી હતી અને તુરંત હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા અને સમયસર સારવાર મળ્યા બાદ બંનેની તબિયત સ્થિર હોવાનું જાણવા મળ્યું છે તો હાલ બંનેને પોલીસ મથકે રાખીને પોલીસે તપાસ ચલાવી છે જોકે બંને તરુણ અને તરુણી કેમ બેભાન મળી આવ્યા તે રહસ્ય હજુ અકબંધ જ છે



