



પ્રસિદ્ધ સીરીયલ તારક મહેતાના પાત્ર નટુકાકા અને બાઘો ઘર ઘરમાં પ્રખ્યાત છે પોતાની સાહજિક એક્ટિંગથી તે દર્શકોના હૃદયમાં બિરાજી ચુક્યા છે જે કાકા ભત્રીજાની જોડી આજે મોરબી આવી પહોંચી હતી. મોરબીના પાટીદાર નવરાત્રી મહોત્સવ અને ધારાસભ્ય કાન્તીભાઈ અમૃતિયાની ટીમ દ્વારા આયોજિત ઉમા ટાઉનશીપ ખાતેના નવરાત્રી મહોત્સવ ખાતે કાકા ભત્રીજો આવી પહોંચ્યા હતા જ્યાં તેની લાક્ષણિક અદામાં તેમને મોરબીવાસીઓને હસાવ્યા હતા તો બાધાએ પોતાની એક્ટિંગ કરતા જ લોકો ખુશીથી ઝુમી ઉઠ્યા હતા અને બાઘાને નિહાળવા નવરાત્રી મહોત્સવમાં નગરજનો પણ ઉમટી પડ્યા હતા અને નવરાત્રીની યાદગાર પળો માણીને નવરાત્રીને અલવિદા કહી હતી.આ પ્રસંગે ઉમા ટાઉનશીપ નવરાત્રી મહોત્સવ માં મોરબી ભાજપ મહામંત્રી હિરેન પારેખ,ડો.અનિલભાઈ, જયરાજસિંહ જાડેજા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.


