મોરબીના મુખ્યમાર્ગો પહોળા કરવા તંત્ર મક્કમ, દબાણો હટાવવા અલ્ટીમેટમ

મોરબી શહેરના મુખ્ય માર્ગો પર અનેક દબાણો ખડકી દેવાયા હોય જે હટાવવા પાલિકા તંત્રએ અલ્ટીમેટમ પાઠવી દીધું છે અને શહેરના મુખ્ય તમામ માર્ગો પરના દબાણોની યાદી બનાવી દબાણો હટાવવા માટેની સુચના આપી દીધી છે

મોરબી નગરપાલિકાના ચીફ ઓફીસર ગીરીશભાઈ સરૈયાની યાદીમાં જણાવ્યા મુજબ મોરબી શહેર હદ વિસ્તારમાં આવેલ લીલાપર રોડ થી રવાપર રોડ ચોકડી તથા મેઈન કેનાલ થી શનાળા રોડ બાઈપાસ થઈને વાવડી ગામ સુધી જતી મચ્છુ-૨ બંધની કેનાલની બંને બાજુ સૂચિત ૧૫ મીટર રોડ માં દબાણ થયેલ છે. આવા દબાણો મોટા ભાગે ગામ વજેપર માધાપરના સર્વે નં: ૧૦૮૯, ૧૦૯૦, ૧૦૯૧, ૧૦૯૨, ૧૦૯૩, ૧૦૯૪, ૧૧૦૧, ૧૧૦૦, ૧૦૯૯. ૧૦૯૮, ૧૧૦૮, ૧૧૦૯, ૧૧૧૦ ,૧૦૫૫ ,૧૦૫૪, ૧૦૫૬, ૧૦૫૨, ૧૦૩૭, ૧૦૩૨, ૧૦૩૫, ૧૦૩૭, ૧૦૩૬, ૧૦૩૮, ૧૦૨૨, ૧૦૨૧, ૧૦૨૦, ૧૦૧૯, ૧૦૧૮/૩, ૧૦૧૪, ૧૦૧૩/૨, ૧૦૧૩/૧, ૯૯૪, ૯૯૩, ૮૮૮, ૮૯૨, ૯૯૧, ૮૯૦, ૧૧૫૯, ૧૧૫૬, ૧૧૫૫, ૧૧૫૪, ૧૧૫૩, ૧૧૮૧/૨. ૧૧૮૨, ૧૧૮૪/૩, ૮૮૯, ૮૯૬, ૮૯૭, ૮૮૫, ૮૯૪, ૮૯૨, ૮૯૧, ૮૮૮, ૮૮૭, ૮૮૫, ૮૮૪ તથા રવાપરના સર્વે નંબર ૧૮૩, ૧૮૧ માં હોવાનુ ધ્યાનમાં આવેલ છે.

વધુમાં ખેતીની જમીન તથા બિનખેતી થયેલ જમીન માંથી સૂચિત ૧૫ મીટર રોડ મોરબી નગરપાલિકાને આપવાનો રહેશે તથા રોડનું ડેવલોપમેન્ટ નગરપાલિકા કરશે. ભક્તિ નગર સર્કલ થી ઉમિયા સર્કલ થી સિવિલ હોસ્પિટલ ચોક સુધી સુચિત ૩૦ મીટર રોડ હોય તે રોડ ઉપરના ૩૦ મીટર સિવાયની મિલકત હોય તેને મોરબી નગરપાલિકા પાસે વેરીફીકેસન કરાવી અગામી તા.૦૨-ઓકટોબર ૨૦૧૮ સુધીમાં દબાણ દુર કરવા સત્વરે નોંધ લેવી તથા જેમાં બિનખેતી થયેલ જમીન હોય તેના આધાર કચેરીએ આપવા જાહેર સૂચના આપવામાં આવી છે.
ઉપરાંત નવા બસ સ્ટેન્ડ સામે શનાળા રોડથી રવાપર રોડને જોડતો રોડ પહોળો કરવાનો હોય, જેથી બિનખેતીના નકશા મોરબી નગરપાલિકાને લેખિતમાં રજુ કરવા જેથી રોડની બંને બાજુ કરેલ દબાણ દુર કરી શકાય.

તેમજ સિવિલ હોસ્પિટલ ચોકથી દાઉદી પ્લોટના છેડા સુધી સૂચિત ૧૮ મીટર તથા દાઉદી પ્લોટના છેડાથી અવની ચોકડી સુધી સૂચિત ૨૪ મીટર રસ્તો પહોળો હોય, જેથી તે રસ્તા ઉપર થઇ આવેલ દબાણ દુર કરવા તાકીદ કરવામાં આવી છે. પાલિકા દ્વારા આવા દબાણ કરનારાઓને જાણ કરવામાં આવી છે કે, સૂચિત દબાણ ગેરકાયદેસર હોઈ દિવસ ૧૦ માં ખુલ્લું કરીને જાણ કરવા જણાવાયું છે, મુદત વીત્યા બાદ નગરપાલિકા દ્વારા કોઈ પણ જાતની જાણ કર્યા સિવાય જમીન દબાણ ખુલ્લું કરવામાં આવશે. સુચિત દબાણની કાર્યવાહી સામે કોઈપણ આસામીઓને વાંધો તકરાર હોઇ તો મોરબી નગરપાલિકાને લેખિતમાં જાણ કરવા તમામને સૂચના આપવામાં આવી છે.

Comments
Loading...
WhatsApp chat