

પશ્ચિમ રેલ્વે દ્વારા રાજકોટ ડીવીઝન પર થાન સ્ટેશન પાસે દર વર્ષે આયોજિત થનાર તરણેતર મેળા દરમિયાન મુસાફરોની સુવિધા માટે તા. ૧૨ સપ્ટેમ્બરથી ૧૫ સપ્ટેમ્બર સુધી ચાર દિવસ માટે વાંકાનેર અને મોરબી વચ્ચે સ્પેશ્યલ ડેમુ ટ્રેન ચલાવવામાં આવશે
રાજકોટ ડીવીઝનના ડીવીઝનલ રેલ્વે મેનેજર દ્વારા અખબારી યાદી પ્રસિદ્ધ કરવામાં આવી છે જેમાં જણાવ્યું છે કે આ ડેમુ સ્પેશ્યલ ટ્રેન તા. ૧૨ થી ૧૫ સપ્ટેમ્બર બપોરે ૨ કલાકે મોરબીથી ઉપડીને નજરબાગ, બપોરે ૦૨ : ૧૩ કલાકે રફાળેશ્વર, ૦૨ : ૨૩ કલાકે મકનસર, ૦૨ : ૩૦ કલાકે ઢુવા અને ૦૨ : ૫૦ કલાકે વાંકાનેર પહોંચશે અને ટ્રેન અપોરે ૩ કલાકે વાંકાનેરથી ઉપડીને ઢુવા, મકનસર, રફાળેશ્વર અને નજરબાગ થઈને ૦૩ : ૫૦ કલાકે મોરબી પહોંચશે



