પર્યાવરણ ને સ્વચ્છ કરવા આર્યસમાજ દ્વારા યજ્ઞ કરવામાં આવ્યું

પયાઁવરણ દિન અંતગઁત રવિવારે ટંકારામા સદૈવ સમાજ ઉપયોગી તેમજ જીવ કલ્યાણ અને રાષ્ટૃના ભાવિ સમા યુવાધનનુ તન,મન ઘડવાની સરાહનિય પ઼વૃતિ કરતી આયઁસમાજ (ત્રણ હાટડી) સંસ્થા દ્વારા હાલમા પયાઁવરણ પ઼દુષણની સમસ્યાથી પિડાતા પ઼જાજનોની સુખાકારી માટે પયાઁવરણ શુધ્ધિ યજ્ઞનુ આયોજન કરાયુ છે. આ અંગે માહિતી આપતા સંસ્થાના રાજુભાઈ દુબરીયાઍ જણાવ્યુ હતુકે,અનિયંત્રિત અૌધોગિક કરણ અને ભોગવાદી જીવનશૈલીથી આપણે જ વાતાવરણને દુષિત કરીઍ છીઍ પરિણામે દુષિત પયાઁવરણ થી અનેકપ઼કારના ગંભીર રોગોને નિમંત્રણ આપીઍ છીઍ ,દુષિત વાતાવરણથી હવા,પ઼કાશ,જમીન,આકાશ,પાણી,ધ્વનિ સહિતના સકંજામા ફસાઈ ચૂકયા છે.અંધાધૂંધ રસાયણોના વપરાશથી આપણને મળતુ કુદરતી રક્ષા કવચને પણ આપણે જ નુકશાન પહોચાડી રહ્યા છીઍ.પ઼દુષિત પયાઁવરણથી માનવ આયુષ્ય પણ ઘટી રહ્યુ છે. તેથી યજ્ઞઍ પ઼ાચિન વૈદિક પ઼કિ઼યા છે.યજ્ઞકુંડમા વપરાતી સમિધા ગાયનુ ઘી,વિવિધ અૌષધિય પદાથોઁ મિશ્રીત સામગી઼ વાયુ પ઼દુષણ નિવારણમા લાભ કરે છે.તેથી આયોજન કરાયુ છે.યજ્ઞ સવારે ૯ થી ૧૨ લક્ષ્મિનારાયણ નગર પાસે હાઈવે કાંઠે આવેલા કષ્ટભંજન હનુમાન મંદિર ખાતે તથા સાંજે ૪ થી ૭ ઉગમણાનાકા પાસે ચિત્રકુટધામ ખાતે વાતાવરણ શુધ્ધિ યજ્ઞ યોજાયેલ છે.શહેરના નગરજનોને લાભ લઈ ૧૧ આહુતિ આપીને પયાઁવરણ શુધ્ધિમા યોગદાન આપવા અનુરોધ કરાયો છે.

Comments
Loading...
WhatsApp chat