ટંકારાની ઓરપેટ કન્યા વિદ્યાલયનું ગૌરવ, નિબંધ સ્પર્ધામાં ડંકો વગાડ્યો



ટંકારાના ઓપરેટ કન્યા વિદ્યાલયના માધ્યમિક વિભાગમાં અંગ્રેજી વિષય શિક્ષિકા તરીકે ફરજ બજાવતા દિપાલી આદેશરાએ મોરબી જીલ્લા ગ્રામ વિકાસ એજન્સી આયોજિત નિબંધ લેખન સ્પર્ધામાં વિજેતા બની શાળાનું ગૌરવ વધાર્યું છે.
નિબંધ લેખન સ્પર્ધામાં દિપાલીબેન આદેશરાએ “હું સ્વચ્છતા માટે શું કરીશ” વિષય પર નાગરિકોની સ્પર્ધામાં સમગ્ર મોરબી જીલ્લા કક્ષાએ પ્રથમ સ્થાન મેળવ્યું છે તેમજ શાળાની ધોરણ ૧૧ ની વિદ્યાર્થીની કુકડિયા પાયલ સુરેશભાઈએ શાળાના ધોરણ ૧૨ સુધીના વિદ્યાર્થીઓમાં જીલ્લા કક્ષાએ તૃતીય સ્થાન પ્રાપ્ત કરીને ટંકારા અને શાળાનું ગૌરવ વધાર્યું છે.

