ટંકારા: હોટલના ગ્રાઉન્ડમાં વર્લીફીચરનો જુગાર રમતો ઈસમ ઝડપાયો

 

મોરબી જિલ્લામાં લુખ્ખા તત્વોને કાયદાનો કોઈ ડર ન હોય તેમ દિન-પ્રતિદિન જાહેરમાં જુગાર રમતા ઇસમો ઝડપાઈ રહ્યા છે. જય તાજેતરમાં મોરબી-ટંકારા હાઇવે રોડ પર આવેલ હોટલના ગ્રાઉન્ડમાં જાહેરમાં વર્લીફીચરનો જુગાર રમતો એક ઈસમ મળી આવ્યો હતો.

 

આ અંગેની પ્રાપ્ત વિગતો અનુસાર એલસી.બી. મોરબીના પો.સબ.ઇન્સ. એન.બી.ડાભી,એન.એચ.ચુડાસમાતથા એલ.સી.બી. સ્ટાફના માણસો કાર્યરત હતા દરમ્યાન PC દશરથસિંહ પરમાર તથા PC ભરતસિંહ ડાભીને સંયુકતમાં બાતમી મળી હતી કે,મોરબી-ટંકારા હાઇવે રોડ પર આવેલ દેવચંદ બાપની હોટલના ગ્રાઉન્ડમાં જાહેરમાં અમુક ઇસમો વર્લીફીચરનો જુગાર રમે છે. જેના આધારે પોલીસે દરોડા પાડયા હતા. જ્યાં આરોપી અસલમશાહ રમજુશાહ શામદાર વર્લીફીચરનો જુગાર રમતો મળી આવ્યો હતો. જેથી પોલીસે તેની ધરપકડ કરી વર્લી સાહિત્ય, મોબાઇલફોન તથા રોકડ રકમ રૂ.૧૪,૫૦૦/- મળી કુલ રૂ. ૧૫,૫૦૦/-નો મુદામાલ કબ્જે કર્યો હતો અને તેની વિરૂધ્ધ જુગારધારા કલમ ૧૨ (અ)મુજબ ટંકારા પોલીસ સ્ટેશન ખાતે ગુનો દાખલ કરાવી આગળ કાર્યવાહી હાથ ધરી હતી.

 

આ કામગીરીમાં એમ.આર.ગોઢાણીયા પોલીસ ઇન્સ્પેકટર એલ.સી.બી. મોરબી તથા PSI એન.બી.ડાભી, એન.એચ.ચુડાસમા,તથા HC ચંદુભાઇ કાણોતરા, નિરવભાઇ મકવાણા તથા PC ભરતભાઇ જીલરીયા, દશરથસિંહ પરમાર, ભગીરથસિંહ ઝાલા, ભરતસિંહ ડાભી, સંજયભાઇ રાઠોડ સહિતના પોલીસકર્મી જોડાયા હતા.

Comments
Loading...
WhatsApp chat