



ટંકારા તાલુકાની વિરપર ગ્રામ પંચાયત દ્વારા કલેકટરને પત્ર લખી જંગલ ખાતા હસ્તકની જમીનની માપણી યોગ્ય રીતે કરાવવા માટે રજુઆત કરવામાં આવી છે.
આ અંગે ગ્રામ પંચાયત દ્વારા પત્ર લખવામાં આવ્યો છે. જેમાં જણાવવામાં આવ્યું છે કે, મોરબી જિલ્લાના ટંકારા તાલુકાના વિરપર ગામની ખરાબાની જમીન વર્ષ 1970ની સાલમાં જંગલ ખાતાને ફાળવેલ છે. પરંતુ આ ખરાબા અંગેની હદમાપણી અને કેટલા હેકટર ફાળવેલ છે. તેની કોઇ વિગત હાલ પંચાયત પાસે ઉપલબ્ધ નથી.
જેથી ગ્રામ પંચાયતને ઘણી સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે. જેથી અમારી માંગ છે કે ડી.આઇ.એલ.આર ધ્વાર માપણી કરીને જમીનની એક હદ નક્કી કરવામાં આવે. અને આપશ્રી દ્વારા ધ્વાર ડી.આઇ.એલ.આર. ને યોગ્ય કાર્યવાહી કરવા આદેશ આપવામાં આવે, તેવી અમારી વિનંતી છે.

