ટંકારા : સરાયા ગામના આધેડ પર ધોકા વડે હુમલો

ટંકારાના સરાયા ગામના આધેડ વાડીએ હતાં ત્યારે એક ટોળકીએ ત્યાં આવીને આધેડ પર ધોકાવાળી કરતા આધેડને ઇજા પહોચતા તેને સારવાર અર્થે હોસ્પિટમાં ખસેડવામાં આવ્યા હતા.જે મામલે ટંકારા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

બનાવની મળતી વિગત મુજબ ટંકારાના સરાયાં ગામેં રહેતા ઓધવજી જીવણભાઈ ઢેઢી ઉ.વ. ૫૭ ગઇકાલે રાત્રે ૧૦ વાગ્યે તેમની વાડીએ હતાં ત્યારે રામજી હકાભાઈ વરું,તેમના ભાઈ અને અજાણ્યા શખ્સોએ ત્યાં આવીને ઓધવજીભાઈ પર ધોકા વડે હુમલો કર્યો હતો અને ઓધવજીભાઈને ઈજાઓ પહોચતા તેમને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. બાદમાં વધુ સારવાર અર્થે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. આ મામલે ટંકારા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Comments
Loading...
WhatsApp chat