ટંકારા : માતાએ ઠપકો આપતા ૧૫ વર્ષનો કિશોર ઘર છોડી ચાલ્યો ગયો,

પરિવાર ચિંતાતુર, પોલીસ મથકમાં ગુમ થયાની જાણ કરી

ટંકારાની ઘમૅભકિત સોસાયટીમાં રહેતા અને મીસ્ત્રી કામ કરતાં સુરેશભાઈ નાથાભાઈ મીસ્ત્રીએ ટંકારા પોલીસ સ્ટેશનમાં તેનો ભાઈ ગુમ થયા અગેની જાણ કરી છે

સુરેશભાઈ નાથાભાઈ મિસ્ત્રીના જણાવ્ય મુજબ તેનો ભાઇ અજયભાઇ નાથાભાઈ મીસ્ત્રી ઉ.વષૅ ૧૫ એમ પી દોશી વિઘાલયમાં ઘો.૯ માં અભ્યાસ કરે છે તેની મમ્મીએ ઠપકો આપતા લાગી આવતા તા.૪/૧૦/૧૮ બપોરે ૧ વાગ્યા પછી કોઈને કહયા વગર ચાલી ગયેલ છે શરીર મજબુત બાઘો પોણા પાંચ ફુટ ઉચાઇ હાથના ભાગે મરછરો કરડવાથી કાળા ડાઘ પડેલ છે ભૂખરા રંગ નું શટૅ તથા જીન્સ પહેરેલ છે આ અગે કોઇ ને પતો મળે તો પોલીસ સ્ટેશનમાં ટંકારા ૦૨૮૨૨૨૮૭૭૩૩ તથા પી.એસ આઈ ૯૯૦૯૯૫૭૪૦૩ ઉપર જાણ કરવા અપીલ કરી છે

Comments
Loading...
WhatsApp chat