સૌનો સાથ સૌનો વિકાસ સૂત્રથી ટંકારા તાલુકાનો વિકાસ કયારે?

તાલુકા કક્ષાએ હોવી જોઈએ તેવી સુવિધાની સદંતર અભાવ

મોરબી જીલ્લા કોંગ્રસ સમિતિના કાર્યાલય મંત્રી દ્વારા સિંચાઈ સચિવને લેખિતમાં રજૂઆત કરવામાં આવી છે કે ટંકારાને તાલકો જાહેર થયા પછી તાલુકા કક્ષાએ થવા જોઈતા વિકાસના કામોને બ્રેક લાગી ગય છે.ટંકારા તાલકામાં મામલતદાર કચેરી તથા તાલુકા વિકાસ અધિકારીની કચેરી આવેલી છે પરંતુ તેમાં પણ સ્ટાફની અછતના કારણે નાના -નાના કામ માટે ગ્રામજનોને ધક્કા ખાવા પડે છે છતા કામ થતા નથી અને સૌની યોજનાની પાઈપ લાઈનના કામોમાં ખેડૂતોને યોગ્ય વળતર ચુકવવા આવ્યું નથી.ટંકારા તાલુકામાં અન્ય તાલુકાની સરખામણી માં નાના-નાના ડેમો વધારે આવેલા હોવા છતાં અન્ય તાલુકાની સરખામણીમાં તાલુકા લેવલે આવતી જોઈતી એક પણ સિચાઈની ઓફ્ફીચે ફાળવવામાં આવી નથી તેથી ખેડૂતોને ભારે હેરાનગતિ થવા પાણી છે.તેમજ રજૂઆત દ્વારા માંગ કરવામાં આવી છે કે ખેડૂતોની પરેશાની વહેલી તકે દુર કરવામાં આવે અને ટંકારામાં સિચાઈની કચરી મંજુર કરવામાં આવે.

Comments
Loading...
WhatsApp chat