ટંકારા : ટ્રક સાથે સ્વીફ્ટ કાર અથડાતા બુકડો બોલી ગયો, ટ્રાફિકજામ સર્જાયો

મોરબી રાજકોટ હાઈવે પર અકસ્માતોનો સિલસિલો યથાવત છે આજે સાંજના સુમારે એક પુરપાટ વેગે જતી સ્વીફ્ટ કાર ટ્રક સાથે અથડાતા કારનો બુકડો બોલી ગયો હતો અને અકસ્માતને પગલે ટ્રાફિકજામ સર્જાયો હતો.

મોરબી રાજકોટ હાઈવે પર ટંકારા નજીકથી પસાર થતી સ્વીફ્ટ કાર નં જીજે ૦૩ એફડી ૮૦૯૮ સામેથી આવતા ટ્રક નં જીજે ૩૨ ટી ૩૯૯૯ સાથે અથડાઈ હતી જે અકસ્માતમાં સ્વીફ્ટ કારનો બુકડો બોલી જવા પામ્યો હતો તો અકસ્માત બાદ હમેશની જેમ ટ્રાફિક જામ સર્જાયો હતો અને કલાક કરતા વધુ સમયથી વાહનોની લાંબી કતાર લાગી છે અને રોડની બંને તરફ અનેક કિલોમીટર સુધી વાહનોના થપ્પા લાગતા વાહનચાલકો પરેશાન થયા હતા

Comments
Loading...
WhatsApp chat